- વડાપ્રધાન મોદીના બે દિવસીય બાંગ્લાદેશ પ્રવાસનો આજે બીજો દિવસ
- પ્રાચીન જશોરેશ્વરી કાળી મંદિરની લીધી મુલાકાત
- મહત્વના કરારો પર હસ્તાક્ષર થાય તેવી શક્યતા
ઢાકા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય બાગ્લાદેશના પ્રવાસ પર છે, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદી બંન્ને દેશો વચ્ચે સહયોગ વધે તે હેતુથી શનિવારે બીજા કાર્યક્રમોમાં પણ ભાગ લેશે. બે દિવસીય પ્રવાસ દરમિયાન આજે શનિવારે દક્ષિણ-પશ્રિમ સ્થિત સતખીરા અને ગોપાલગંજની જેશોરેશ્વરી અને ઓરકાંડી મંદિરોમાં દર્શન માટે ગયા હતા.
પ્રાચીન જશોરેશ્વરી કાળી મંદિરની લીધી મુલાકાત
પોતાના પ્રવાસના બીજા દિવસ દરમિાન આજે શનિવારે પ્રધાનમંત્રી મોદી ગોપાલગંજ જિલ્લાના તુંગીપાડાના બગંબંધુ શેખ મુઝબીર રહમાન સ્મારક પર પણ ગયા હતા. આ જગ્યા પર જવા વાળા તે પહેલા ભારતીય ગણમાન્ય હતા.વડાપ્રધાનના પૌરાણિક પંરપરાના 51 શક્તિપીઠોમાંના એક પ્રાચીન જશોરેશ્વરી કાળી મંદિરની દેવી કાલીની પૂજા-અર્ચના કરી અને ઓરાકાંડીમાં મતુઆ સમુદાયાના પ્રતિનીધીઓ સાથે વાતચીત પણ કરી.શનિવારે બપોપે પ્રધાનમંત્રી કાર્યાલયમાં શેખ હસીના સાથે વાતચીત પણ કરી. આ દરમિયાન 5 કરારો પર હસ્તાક્ષરો પણ થવાની સંભાવના છે. કેટલીક યોજનનું ડિજીટલ માધ્યમથી પણ ઉદ્ધાટન કર્યું હતું અને તેની સાથે સ્વેદેશ રવાના થતા પહેલા રાષ્ટ્રપતિ અબ્દુલ હમીદની પણ મુલાકાત પણ લેશે. વડાપ્રધાન મોદી બાંગ્લાદેશ એવા સમયે પહોંચ્યા છે જ્યારે પાડોશી દેશ શેથ મુજીબુર રહમાનની જન્મ શતાબ્દીનું મહાન વર્ષ, દેશની આઝાદીને 50 વર્ષનો ઉત્સવ અને ભારત-બાંગ્લાદેશ સંબંધોની સ્થાપનાનાા 50 વર્ષ પૂરા થવાનો ઉત્સવ મનાવી રહ્યો છે.
આ પણ વાંચો :વડાપ્રધાન મોદીએ 51 શક્તિપીઠોમાંના પ્રાચીન જશોરેશ્વરી કાલી મંદિરમાં દેવી કાલીની પૂજા-અર્ચના કરી