નવી દિલ્હીઃકૉંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ ગુરૂવારે ઈસરોના ચેરમેનને ચંદ્રયાન-3ની સફળતાની શુભેચ્છા પાઠવતો પત્ર લખ્યો છે. સોનિયા ગાંધીએ પત્રમાં લખ્યું છે કે, ચંદ્રયાન-3નું સફળ લેન્ડિંગ એક શાનદાર સિદ્ધિ છે. જેનો દરેક ભારતીયોને ગર્વ છે. ઈસરોએ બુધવારે અવકાશક્ષેત્રે એક નવો ઈતિહાસ રચ્યો છે. ચંદ્રના દક્ષિણ ધૃવ પર લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન સાથે ચંદ્રયાન-3નું સફળ સોફ્ટ લેન્ડિંગ થયું છે. ભારતીય સમય અનુસાર સાંજે 6 કલાક અને 4 મિનિટે આ અવકાશયાને ચંદ્રની સપાટીને સ્પર્શ કર્યો હતો. ચંદ્રયાન -3ની સફળતા એ દરકે ભારતીય માટે ગૌરવવંતી ક્ષણ છે. ખાસ કરીને દેશના યુવાઓમાં ઈસરો પ્રત્યે સમ્માન વધ્યું છે.
Chandrayaan-3 success: ચંદ્રયાન-3ની સફળતા સંદર્ભે સોનિયા ગાંધીએ ઈસરો ચેરમેનને પત્ર લખી પાઠવી શુભેચ્છા
ઈસરોના ચંદ્રયાન-3ની સફળતા બાદ સમગ્ર દેશમાં ઉત્સવનું વાતાવરણ છવાયું છે. ભારતના અનેક દિગ્ગજ રાજકીય નેતાઓ ઈસરોના વૈજ્ઞાનિકોને શુભેચ્છા પાઠવી રહ્યા છે. આ શ્રેણીમાં સોનિયા ગાંધી પણ સામેલ થયા છે. સોનિયા ગાંધીએ ઈસરોના ચેરમેનને પત્ર લખીને શુભેચ્છાઓ પાઠવી છે. વાંચો સમગ્ર સમાચાર
Published : Aug 24, 2023, 4:31 PM IST
|Updated : Aug 24, 2023, 4:40 PM IST
હું આપને ગઈકાલ સાંજે ઈસરોએ જે સિદ્ધિ હાંસલ કરી તેની શુભેચ્છા પાઠવું છું. આ સિદ્ધિથી ખૂબ જ પ્રસન્ન છું. આ દરેક ભારતીય અને ખાસ કરીને યુવાઓ માટે ગર્વ અને ઉત્સાહનો વિષય છે...સોનિયા ગાંધી (અગ્રણી નેતા, કૉંગ્રેસ)
ઈસરોના દરેક સભ્યને પાઠવી શુભેચ્છાઃ છેલ્લા કેટલાક દસકાથી ઈસરોએ શાનદાર સિદ્ધિઓ મેળવી છે. ઈસરોનું નેતૃત્વ કરતા મહાન વૈજ્ઞાનિકોની સહિયારા પ્રયાસો કાબિલે દાદ છે. ઈસરો હંમેશા પ્રગતિ કરે. ઈસરો 1960થી આત્મનિર્ભર બનીને આગળ વધતું રહ્યું છે. જેનાથી તે સફળતા પ્રાપ્ત કરી રહ્યું છે. આ પ્રસંગે સોનિયા ગાંધીએ ઈસરોના દરેક સભ્યને શુભેચ્છા પાઠવી હતી. ઈસરોને મળેલી સફળતામાં મોટા વૈજ્ઞાનિકો ઉપરાંત નાનામાં નાના ટેકનિશિયનનો પણ એટલો જ ફાળો રહ્યો છે. ચંદ્રયાન-3ના નિર્માણમાં ભાગ લેનાર, સમગ્ર યોજનામાં તેમની કાબેલિયત લગાડનાર દરેક જણ શુભેચ્છાને પાત્ર છે. ભારતે અવકાશક્ષેત્રે જે સિદ્ધિ હાંસલ કરી છે તેમાં ઈસરોના દરેક કર્મચારી, પૂર્વ કર્મચારીઓની બેસ્ટ વિશિઝનો મોટો ફાળો રહ્યો છે.