ગુજરાત

gujarat

ETV Bharat / bharat

30 નવેમ્બરે SCOનું વર્ચ્યૂઅલ સંમેલન, ભારત પહેલી વખત કરશે હોસ્ટિંગ - ભારત

30 નવેમ્બરે શાંઘાઈ કોઓપરેશન સંગઠનની (એસસીઓ) વર્ચ્યૂઅલ સંમેલન યોજાશે. જેમાં આ વખતે ભારત પહેલી વખત સંમેલનમાં હોસ્ટિંગ કરશે. વિદેશ મંત્રાલયે ગુરુવારે જણાવ્યું કે, પાકિસ્તાન સહિત 8 સભ્ય દેશને આમંત્રણ મોકલવામાં આવ્યું છે.

30 નવેમ્બરે SCOનું વર્ચ્યૂઅલ સંમેલન, ભારત પહેલી વખત કરશે હોસ્ટિંગ
30 નવેમ્બરે SCOનું વર્ચ્યૂઅલ સંમેલન, ભારત પહેલી વખત કરશે હોસ્ટિંગ

By

Published : Nov 13, 2020, 3:49 PM IST

  • 30 નવેમ્બરે શાંઘાઈ કોઓપરેશન સંગઠનનું વર્ચ્યૂઅલ સંમેલન
  • ભારત દેશ પહેલી વખત એસસીઓમાં કરશે હોસ્ટિંગ
  • ભારતે SCOના સભ્ય દેશોને મોકલ્યું આમંત્રણ

નવી દિલ્હીઃ 30 નવેમ્બરે શાંઘાઈ કોઓપરેશન સંગઠન (એસસીઓ)ની વર્ચ્યૂઅલ સંમેલન યોજાશે, જેમાં આ વખતે ભારત પહેલી વખત સંમેલનમાં હોસ્ટિંગ કરશે. વિદેશ મંત્રાલયે ગુરુવારે જણાવ્યું કે, પાકિસ્તાન સહિત અત્યારે 8 સભ્ય દેશને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. ભારત અને પાકિસ્તાન 2017માં એસસીઓના કાયમી સભ્ય બન્યા હતા. ભારત અને પાકિસ્તાન ઉપરાંત એસસીઓમાં રશિયા, ચીન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તજાકિસ્તાન અને ઉઝ્બેકિસ્તાન પણ સામેલ છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે આ અંગે જણાવ્યું હતું કે, હોસ્ટ હોવાના કારણે અમે આઠેય એસસીઓ સભ્યોને નિમંત્રણ મોકલ્યું છે. આ સાથે જ ચાર સુપરવાઈઝર દેશ, એસસીઓના મહાસચિવ અને એસસીઓ આરએટીએસ નિર્દેશકને પણ નિમંત્રણ મોકલી દીધું છે.

પાકિસ્તાને કાશ્મીર જેવા મુદ્દા એસસીઓમાં ન લાવવાઃ રશિયા

રશિયાએ ભારતની વાતને સમર્થન કરતા કહ્યું, પાકિસ્તાને શાંઘાઈ કોઓપરેશન સંગઠનમાં ચર્ચા દરમિયાન કાશ્મીર જેવા દ્વિપક્ષીય મુદ્દાઓને વચ્ચે ન લાવવા જોઈએ. આવું કરવું એ સમૂહના સિદ્ધાંત વિરુદ્ધ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંગઠનના ડિજિટલ શિખર સંમેલનમાં પોતાના સંબોધનમાં મંગળવારે સમૂહના આધારભૂત સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરી એસસીઓમાં દ્વિપક્ષીય મુદ્દાઓને 'બિનજરૂરી રૂપથી' લાવવા મામલે વારંવાર પ્રયાસ કરનારા લોકો પર પ્રહાર કર્યા હતા. વડાપ્રધાન મોદીની આ ટિપ્પણીઓને એસસીઓમાં કાશ્મીરના મુદ્દાને ઊઠાવવાના પાકિસ્તાનના પ્રયત્નના સંદર્ભમાં જોવામાં આવ્યું છે.

દરેક સભ્ય દેશે બહુપક્ષીય સહયોગની પ્રગતિ માટે બચવું જોઈએ

રશિયા મિશનના ઉપપ્રમુખ રોમન બાબુશ્કિનના સંવાદદાતા સંમેલનમાં કહ્યું, આ એસસીઓ ચાર્ટનો હિસ્સો છે કે, દ્વિપક્ષીય મુદ્દાને એજન્ડામાં ન લાવવામાં આવે અને અમે દરેક સભ્ય દેશોને સ્પષ્ટ કરી દીધું છે કે, બહુપક્ષીય સહયોગની પ્રગતિ માટે આનાથી બચવું જોઈએ. બાબુશ્કિને કહ્યું, જ્યાં સુધી ભારત-પાકિસ્તાન વિવાદનો સંબંધ છે. અમારી સ્થિતિમાં કોઈ પરિવર્તન નથી થયું. અમે આશા રાખીએ છીએ કે આવી ઘટના ન બને.

ABOUT THE AUTHOR

...view details