ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, 2 કલાકથી ઓછી ડોમેસ્ટિક ફ્લાઇટ્સમાં ભોજન પર પ્રતિબંધ

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ગયા વર્ષે કોરોના વાઇરસની પ્રથમ લહેર સમયે પણ ફ્લાઇટ્સમાં ભોજન ન આપવાનો નિર્ણય કર્યો હતો. બાદમાં કોરોનાના કેસોમાં રાહત આવતા આ નિર્ણય પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. હવે, છેલ્લા 2 અઠવાડિયામાં કોરોનાના વધતા જતા કેસોમાં હવાઈ પ્રવાસીઓની સંખ્યામાં તીવ્ર ઘટાડો થયો છે.

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, 2 કલાકથી ઓછી ડોમેસ્ટિક ફ્લાઇટ્સમાં ભોજન પર પ્રતિબંધ
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, 2 કલાકથી ઓછી ડોમેસ્ટિક ફ્લાઇટ્સમાં ભોજન પર પ્રતિબંધ

By

Published : Apr 13, 2021, 9:53 AM IST

Updated : Apr 13, 2021, 1:21 PM IST

  • નાગરિક ઉડ્ડયન મંત્રાલયે મહત્વનો નિર્ણય લઈ જાહેરનામું બહાર પાડ્યું
  • મંત્રાલયે લોકોને કોરોના વાઇરસથી બચાવવા માટે લીધો નિર્ણય
  • ભોજન પ્રી-પેક્ડ, ડિસ્પોઝેબલ પ્લેટો અને કટલરી સાથે પીરસવામાં આવશે

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર કોરોના વાઇરસના ફેલાવાને રોકવા માટે તમામ પ્રયત્નો કરી રહી છે. આ સમયગાળામાં હવાઇ પ્રવાસીઓને હવે ફરીથી ફ્લાઇટ દરમિયાન ભોજન મળશે નહીં. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જારી કરેલા જાહેરનામા મુજબ, સ્થાનિક ફ્લાઇટ્સમાં ટૂંકા ગાળા માટે પ્રવાસીઓને ભોજન આપવામાં આવશે નહીં. મંત્રાલયે સ્પષ્ટ કહ્યું છે કે, 2 કલાકથી ઓછી ફ્લાઇટ્સ દરમિયાન ભોજન આપવામાં આવશે નહીં. જ્યારે, એરલાઇન્સ પ્રવાસીઓને 2 કલાક કે તેથી વધુના પ્રવાસ માટે કેટરિંગ સુવિધા આપી શકે છે.

આ પણ વાચો:કોરોનાનેે લઈને રાજ્ય સરકાર દ્વારા સૂચનો અને માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવી

હવાઈ પ્રવાસીઓમાં નોંધપાત્ર ઘટાડો

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે પણ ગયા વર્ષે કોરોના વાઇરસની પ્રથમ લહેર દરમિયાન આ પ્રકારનો નિર્ણય લીધો હતો. જો કે, જ્યારે કોરોના વાઇરસના પોઝિટિવ કેસોમાં ઘટાડો થયો હતો ત્યારે, નિર્ણય પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. છેલ્લા 2 અઠવાડિયામાં કોરોનાના વધતા જતા કેસોમાં હવાઈ પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ બાદ, મંત્રાલયે લોકોને કોરોના વાઇરસથી બચાવવા માટે હવાઈ પ્રવાસ દરમિયાન ભોજન ન આપવાનો નિર્ણય કર્યો છે. આપને જણાવી દઈએ કે, રવિવારે કોરોનાના 1.70 લાખથી વધુ નવા કેસ નોંધાયા હતા, જે અત્યાર સુધીનો રેકોર્ડ છે.

આ પણ વાચો:ગુજરાત કોરોના અપડેટ : નવા 6021 કેસ અને 55 મોત નોંધાયા

2 કલાકથી વધુની ફ્લાઇટ્સમાં ભોજન માટે કડક નિયમો

મંત્રાલયે કહ્યું છે કે, ફ્લાઇટ્સનો સમયગાળો 2 કલાકથી વધુ હોય છે, ત્યાં પણ યોગ્ય રીતે જ ભોજન આપવામાં આવશે. જો ફ્લાઇટમાં ભોજન પીરસવામાં આવે છે, તો તે પ્રી-પેક્ડ, ડિસ્પોઝેબલ પ્લેટો અને કટલરી સાથે પીરસવામાં આવશે. તેનો ઉપયોગ કર્યા પછી પ્લેટ, કટલરી અને પેકિંગ સામગ્રીનો નિયમો અનુસાર સલામત નિકાલ કરવો પડશે. કોઈ પણ સંજોગોમાં તેમનો ફરીથી ઉપયોગ થવો જોઈએ નહીં. ચા, કોફી અને અન્ય પીણા પણ નિકાલજોગ બોટલ કે કેનમાં આપવી જોઈએ.

Last Updated : Apr 13, 2021, 1:21 PM IST

ABOUT THE AUTHOR

...view details