- એક જ પરિવારના 10 લોકો ઓમિક્રોનથી સંક્રમિત મળ્યા
- યુક્રેન અને જર્મનીથી આવેલા 2 વ્યક્તિ ઓમિક્રોન પોઝિટિવ
- જયપુરમાં કોવિડ-19ના નવા 15 કેસ સામે આવ્યા
જયપુર: દક્ષિણ આફ્રિકાથી આવેલા પરિવારના વધુ એક સભ્ય ઓમિક્રોન સંક્રમિત (Omicron Variant in Rajasthan) આવ્યો છે. જીનોમ સિક્વન્સિંગના રિપોર્ટમાં ગઇકાલે એક જ પરિવારના 9 લોકો કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોન પોઝિટિવ (omicron cases in rajasthan) આવ્યા હતા.
પ્રવાસીઓના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલાયા
સોમવારે આ જ પરિવારનો અન્ય એક સભ્ય ઓમિક્રોન પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત યુક્રેનની એક મહિલા પ્રવાસી અને તાજેતરમાં જ જર્મનીથી પરત ફરેલી એક વ્યક્તિ પણ ઓમિક્રોન ચેપ (omicron cases in jaipur)ની ઝપેટમાં આવી છે. યુક્રેન-જર્મનીના પ્રવાસીઓના સેમ્પલ પણ જીનોમ સિક્વન્સિંગ (genome sequencing of omicron india) માટે મોકલવામાં આવ્યા છે.
એક જ પરિવારના 10 સભ્યો ઓમિક્રોનથી સંક્રમિત
આ મામલે જયપુર CMHO પ્રથમ ડૉ. નરોત્તમ શર્માનું કહેવું છે કે, એક જ પરિવારના અત્યાર સુધી 10 સભ્યો કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત (omicron variant of coronavirus) આવ્યા છે. સાવચેતીના ભાગરૂપે આસપાસ રહેતા લોકોના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. આ સિવાય લગ્નમાં આવેલા તમામ લોકોની માહિતી લઈને સેમ્પલ પણ લેવામાં આવી રહ્યા છે, જેમાં આ પરિવાર સામેલ હતો.
દિલ્હીથી જયપુર પહોંચી હતી જાન
નરોત્તમ શર્માનું એમ પણ કહેવું છે કે, જાન દિલ્હીથીજયપુર પહોંચી હતી, તેથી દિલ્હી સરકાર (omicron variant in delhi)ને પણ તેની જાણ કરવામાં આવી છે. સાવચેતીના ભાગરૂપે પરિવારના તમામ સભ્યોને હાલમાં RUHS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં તમામ દર્દીઓની સ્થિતિ સારી છે અને તમામ દર્દીઓમાં કોઈ જ લક્ષણ નથી. આ સિવાય સોમવારે જયપુરથી કોવિડ-19 સંક્રમણના 15 નવા કેસ આવ્યા છે, જેમાં ઓનલાઈન અભ્યાસ કરી રહેલું એક બાળક પણ સંક્રમણની ઝપેટમાં આવી ગયું છે.
યુક્રેન અને જર્મનીથી આવ્યા છે કોરોના પોઝિટિવ લોકો
તો સોમવારે શારજાહથી જયપુર પહોંચેલી ફ્લાઈટ (flight from sharjah to jaipur)માં કોટાની એક યુવતી પણ પોઝિટિવ મળી આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે યુવતી યુક્રેનથી શારજાહ અને પછી જયપુર પહોંચી હતી. જો કે યુક્રેન અને શારજાહમાં કરાયેલા ટેસ્ટમાં યુવતી નેગેટિવ આવી હતી, પરંતુ જયપુરમાં તપાસ (corona testing in jaipur) બાદ તે પોઝિટિવ મળી આવી છે.
જર્મનીથી 4 લોકો જયપુર આવ્યા હતા, એક પોઝિટિવ
આવી સ્થિતિમાં સાવચેતીના ભાગરૂપે યુવતીને RUHS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ સિવાય તાજેતરમાં જ જર્મનીથી આવેલો એક વ્યક્તિ પણ સંક્રમણની ઝપેટમાં આવી ગયા છે. મેડિકલ વિભાગમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, 27 નવેમ્બરના રોજ જર્મનીથી 4 લોકો જયપુર આવ્યા હતા અને જર્મની પાછા જવા માટે ટેસ્ટ કરવામાં આવ્યો, ત્યારે 4માંથી 3 લોકો નેગેટિવ આવ્યા હતા અને એક વ્યક્તિ પોઝિટિવ આવ્યો હતો.
આ પણ વાંચો: ઓમિક્રોને રાજસ્થાનમાં પણ દસ્તક આપી: જયપુરના 9 દર્દીઓમાં કોરોનાનો નવો વેરિયન્ટ
આ પણ વાંચો: નાઇજીરિયાથી પુણે આવતા 6 લોકો ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત, મહારાષ્ટ્રમાં કુલ દર્દીઓની સંખ્યા 8