- વેક્સિનેશન મામલે રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને ઘેરી
- સોશિયલ મીડિયા પર ચાર્ટ શેર કરીને ઉઠાવ્યો પ્રશ્ન
- સરકારને દેશવાસીઓના વેક્સિનેશન પ્રત્યે ગંભીર થવા કહ્યું
નવી દિલ્હી: પૂર્વ કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોરોના વાયરસના નવા વેરિયન્ટ 'ઓમીક્રોન' (omicron variant corona)ને લઇને કેન્દ્ર સરકારને પ્રશ્ન કર્યા છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કોરોનાના નવા વેરિયન્ટને એક ગંભીર ખતરો ગણાવ્યો છે. તેમણે પ્રશ્ન કર્યો છે કે, શું આ પડકારજનક સમયમાં ભારત સરકાર દેશવાસીઓને વેક્સિન સુરક્ષા (corona vaccination in india) આપવા વિશે ગંભીર છે.
31.19 ટકા લોકોને જ રસીના બંને ડોઝ મળ્યા
તેમણે કહ્યું કે, સરકાર રસીકરણના ખરાબ આંકડા (statistics of corona vaccination india) વધારે સમય સુધી છૂપાવી નહીં શકે. તેમણે ટ્વિટર પર એક ચાર્ટ પણ શેર કર્યો છે અને કહ્યું છે કે, દેશમાં ફક્ત 31.19 ટકા વસ્તીને જ રસીના બંને ડોઝ (vaccination both doses in india) આપવામાં આવ્યા છે. રાહુલ ગાંધીએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું છે કે, કોવિડનો નવો વેરિયન્ટ ગંભીર ખતરો છે. આ સમયે અત્યારે ઘણું જરૂરી છે કે ભારત સરકાર આપણા દેશવાસીઓને વેક્સિનની સુરક્ષા પુરી પાડવા માટે ગંભીર થઈ જાય. રસીકરણના ખરાબ આંકડાઓને એક વ્યક્તિની તસવીર પાછળ છૂપાવી ના શકાય.