ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Omicron impact on Economic : માર્ચ ક્વાર્ટરમાં આર્થિક વૃદ્ધિને ઓમિક્રોનની અસર થઈ શકે છે : રિપોર્ટ - આર્થિક વૃદ્ધિ દર પર એચડીએફસીનો રિપોર્ટ

દેશમાં ઓમિક્રોનની સાથે કોરોનાના કેસ પણ ઝડપથી (Omicron Cases in India) વધી રહ્યા છે. આ સાથે જ નિષ્ણાતોએ કોરોનાની ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરી છે. કોરોના પર કાબૂ મેળવવા માટે વિવિધ રાજ્યો કડક પ્રતિબંધ લગાવી રહી છે. આનાથી સામાન્ય આર્થિક પ્રવૃત્તિઓ (Omicron impact on Economic Growth) પર પણ દબાણ આવી શકે છે.

Omicron impact on Economic Growth: માર્ચ ક્વાર્ટરમાં આર્થિક વૃદ્ધિને Omicronની અસર થઈ શકે છે, રિપોર્ટ
Omicron impact on Economic Growth: માર્ચ ક્વાર્ટરમાં આર્થિક વૃદ્ધિને Omicronની અસર થઈ શકે છે, રિપોર્ટ

By

Published : Jan 5, 2022, 1:41 PM IST

મુંબઈઃ HDFC બેન્કના અર્થશાસ્ત્રીઓએ (HDFC report on economic growth rate) મંગળવારે કહ્યું હતું કે, દેશમાં ઓમિક્રોનના વધતા કેસ પર કાબૂ મેળવવા માટે વિવિધ રાજ્યો દ્વારા લગાવવામાં આવતા પ્રતિબંધોના કારણે સામાન્ય આર્થિક પ્રવૃત્તિઓ પર દબાણ આવી શકે છે, જેના કારણે માર્ચ ક્વાર્ટરમાં વૃદ્ધિ દરમાં 0.30 ટકા સુધી અસર (Omicron impact on Economic Growth) થઈ શકે છે.

આ પણ વાંચોઃSteps for Financial Health: તમારા નાણાકીય સ્વાસ્થ્યને નિયંત્રિત કરવા માટેના આ રહ્યા 6 પગલાં

ઓમિક્રોનના કારણે 0.2-0.3 ટકા સુધી અસર થઈ શકે છે

ખાનગી ક્ષેત્રના મુખ્ય બેન્કના અર્થશાસ્ત્રીઓએ કહ્યું હતું કે,ત પહેલા તેમનું અનુમાન હતું કે, ચોથા ક્વાર્ટરમાં વૃદ્ધિ દર (Omicron impact on Economic Growth) 6.1 ટકા હશે, પરંતુ ઓમિક્રોનના કારણે આ 0.2-0.3 ટકા સુધી અસર થઈ શકે છે. તેમણે કહ્યું હતું કે, રાજ્યો દ્વારા કોરોના સંબંધિત પ્રતિબંધો (લોકોની અવરજવર પર રાત્રિ કરફ્યૂ, 50 ટકા ક્ષમતા સાથે રેસ્ટોરાંનું સંચાલન, કાર્યાલયોમાં 50 ટકા કર્મચારીઓને આવવાની મંજૂરી)ના કારણે નાણાકીય વર્ષ 2021-22ના ચોથા ક્વાર્ટરમાં આર્થિક પ્રવૃત્તિઓને અસર (Omicron impact on Economic Growth) થવાની આશંકા છે.

આ પણ વાંચોઃStock Market India: સ્ટોક માર્કેટની ફ્લેટ શરૂઆત, સેન્સેક્સમાં 77 અને નિફ્ટીમાં 12 પોઈન્ટ વધારો

મંદીના કાણે આ સમયે નકારાત્મક જોખમ બનેલું છે

અર્થશાસ્ત્રીઓએ એક ટિપ્પણીમાં કહ્યું હતું કે, મોટા ભાગના રાજ્યોના પ્રતિબંધ લગાવવા, પ્રતિબંધોને જાન્યુઆરી 2022થી આગળ વધારવા અને વૈશ્વિક પુનરુદ્ધારમાં મંદીના કારણે (Omicron impact on Economic Growth) આ સમયે નકારાત્મક જોખમ બનેલું છે. તેમણે કહ્યું હતું કે, ભારતમાં ઓમિક્રોનના કેસ ઝડપથી (Omicron Cases in India) વધી રહ્યા છે અને કુલ કેસમાંથી 60 ટકા નવા વેરિયન્ટના સંક્રમણ છે.

ABOUT THE AUTHOR

...view details