નવી દિલ્હી:કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનથી દેશમાં પ્રથમ મૃત્યુનો (First Death In Country From Omicron ) અહેવાલ નોંધવામાં આવ્યો છે. ઓમિક્રોનના કારણે તેને હાર્ટ એટેક આવ્યો (Omicron caused him to have a heart attack) હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
ભારતમાં ઓમિક્રોનથી પ્રથમ મૃત્યુ
મહારાષ્ટ્રના પિંપરી ચિંચવાડની મ્યુનિસિપલ કોર્પોરેશન હોસ્પિટલમાં 28 ડિસેમ્બરે દાખલ 52 વર્ષીય દર્દીનું ગુરુવારે હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. એવું માનવામાં આવે છે કે, કોવિડ -19ની જટિલતાઓને કારણે તેમને હાર્ટ એટેક આવ્યો છે. જે દર્દીનું મૃત્યુ થયું હતું તે નાઈજીરીયાથી પરત આવ્યા બાદ ઓમિક્રોન પોઝીટીવ હોવાનું જાણવા મળ્યું હતું. વિશ્વમાં સૌથી પહેલા ઓમિક્રોનથી મૃત્યુ યુકેમાં (World's First Omicron Death In UK) થયું હતું.
મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રાલયે જાણકારી આપી
વ્યક્તિનું મૃત્યુ બિન-કોવિડ કારણોસર થયું હતું, પરંતુ ગુરુવારે જ્યારે મૃતકનો તપાસ રિપોર્ટ આવ્યો ત્યારે જાણવા મળ્યું કે તે કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત હતો. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રાલયે આ જાણકારી આપી છે.