નવી દિલ્હી: દેશમાં કોરોના વાઈરસના નવા વેરિઅન્ટ (New variants of the corona virus) ઓમીક્રોન કેસની સંખ્યા ઝડપથી વધી રહી છે. આ વધતી સંખ્યા ઉપર પૂર્ણવિરામ લગાવા માટે 10 ઉચ્ચ સ્તરીય કેન્દ્રીય ટીમોને (top 10 central level teams) 10 સંવેદનશીલ રાજ્યોમાં (Sensitive states) તપાસ કરવા માટે મોકલવામાં આવી છે. આ કેન્દ્રીય ટીમ કેરલ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, મિઝોરમ, બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને પંજાબ ખાતે પહોંચશે.
ઓમીક્રોનના વધતા કેસો સામે કાર્યશીલ સરકાર
કેન્દ્રીય મંત્રાલય દ્વાર જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું કે, કોવિડ-19ના કેસ અને સંક્રમણના કારણે થનારા મૃત્યુના આંકડામાં તેજીથી વૃદ્ધિ આવી છે. આ સાથે જ કેટલાક રાજ્યોમાં ઓમીક્રોનના (case of Omicron) કેસોએ પણ દસ્તક દીધી છે. રાજ્યમાં કોવિડ-19 રસીકરણની (Covid-19 vaccination) ગતિ પણ રાષ્ટ્રીય સરેરાશથી (National average) ઓછી છે.
ઓમીક્રોનના કેસો, સંક્રમણનો ખતરો અને વેક્સિનેશનની ગતિ ધીમી
10 રાજ્ય એવા પણ છે, જ્યાં ઓમીક્રોનના કેસો (case of Omicron), સંક્રમણનો ખતરો અને વેક્સિનેશનની ગતિ ધીમી છે, કેન્દ્રીય ટીમને તૈનાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.