- પૂર્વ મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લા નજર કેદ
- તો સાથે પિતા ફારૂક અબ્દુલ્લાને પણ નજર કેદ કરાયો
- ઓમર અબ્દુલ્લાનો દાવો, જાણકારી વગર નજર કેદ કરાયા
શ્રીનગર : જમ્મૂ કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે, જમ્મુ કાશ્મીર તંત્રે તેમને અને તેમના પિતાને કોઇ પણ જાણકારી વગર નજરકેદ કર્યા છે. જમ્મૂ કાશ્મીરથી કલમ 370 હટવાવા બાદ નેશનલ કોન્ફ્રેંસના નિશાન પર રહેલી કેન્દ્ર સરકાર પર ઓમર અબ્દુલ્લાએ ફરી એક વખત સવાલો ઉઠાવ્યા છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે,આ ઓગસ્ટ 2019 બાદનો નવો જમ્મૂ કાશ્મીર છે. તેમણે કહ્યું કે, અમને કોઇ જાણકારી વગર ઘરોમાં બંધ કરી દેવામાં આવ્યા છે. ઓમર ઉબ્દુલ્લાએ વધુમાં કહ્યું કે, આ ખોટું છે કે મને અને મારા પિતાને જણાવ્યા વગર આમારા ઘરોમાં બંધ કરી દીધા છે.
પિતા, બહેન અને બાળકોને પણ ઘરોમાં બંધ કરાયા
અબ્દુલ્લાએ કહ્યું કે, તેમની બહેન અને બાળકો સહિત તેમને ઘરમાં બંધ કરી દેવામાં આવ્યા છે. ઓમર અબ્દુલ્લાએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, તમારી સરકારમાં નવા લોકતંત્રનો મતલબ છે કે, અમેન જણાવ્યા વગર ઘરોમાં બંધ કરી દેવા.તેમણે કહ્યું કે, તેમના ઘરોમાં કામકરનાર કર્મચારીઓને પણ ઘરમાં આવાની પરવાનગી નથી.