ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Omar Abdullahએ સુરક્ષા મંજૂરી પર જમ્મુ-કાશ્મીર પોલીસના આદેશનો કર્યો વિરોધ

જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir)માં નેશનલ કોન્ફરન્સના (National Conference) ઉપાધ્યક્ષ ઉમર અબ્દુલ્લાએ પોલીસ અંગે એક નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, પોલીસનો પ્રતિકૂળ રિપોર્ટ કોર્ટમાં દોષી જાહેર થવા બરાબર ન હોઈ શકે.

Omar Abdullahએ સુરક્ષા મંજૂરી પર જમ્મુ-કાશ્મીર પોલીસના આદેશનો કર્યો વિરોધ
Omar Abdullahએ સુરક્ષા મંજૂરી પર જમ્મુ-કાશ્મીર પોલીસના આદેશનો કર્યો વિરોધ

By

Published : Aug 2, 2021, 8:29 AM IST

  • નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષે (National Conference Vice President) પોલીસ અંગે આપ્યું નિવેદન
  • ઉપાધ્યક્ષ ઉમર અબ્દુલ્લાએ (vice-president Omar Abdullah)) પોલીસ અંગે આપ્યું નિવેદન
  • પોલીસનો પ્રતિકૂળ રિપોર્ટ કોર્ટ (Adverse Report Court)માં જાહેર થવા બરાબર ન હોઈ શકેઃ અબ્દુલ્લા

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir)માં નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઉમર અબ્દુલ્લાએ (National Conference (NC) vice-president Omar Abdullah) પોલીસ અંગે એક નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, પોલીસનો પ્રતિકૂળ રિપોર્ટ કોર્ટમાં (Adverse Report Court) દોષી જાહેર થવા બરાબર ન હોઈ શકે. આ ટિપ્પણી જમ્મુ-કાશ્મીર પોલીસની CID શાખા દ્વારા પથ્થરમારો કે વિધ્વંસક પ્રવૃત્તિઓમાં સામેલ તમામ લોકોના પાસપોર્ટ અને અન્ય સરકારી સેવાઓ માટે આવશ્યક સુરક્ષા મંજૂરીથી ઈનકાર કરવાના આદેશના એક દિવસ પછી આવી છે.

આ પણ વાંચો:જ્યાં સુધી કલમ 370 પુન: સ્થાપિત નહીં થાય ત્યાં સુધી ચૂંટણી નહીં લડું: ઉમર અબ્દુલ્લા

ઉમર અબ્દુલ્લાએ (Omar Abdullah) પોતાની નજરકેદનો પણ ઉલ્લેખ કર્યો

ઉમર અબ્દુલ્લાએ (Omar Abdullah) ટ્વિટ કરી જણાવ્યું હતું કે, પ્રતિકૂળ પોલીસ રિપોર્ટ કાયદાની કોર્ટમાં દોષી જાહેર થવાનો વિકલ્પ ન હોઈ શકે. દોઢ વર્ષ પહેલા જમ્મુ-કાશ્મીર પોલીસે લોકસુરક્ષા અધિનિયમ અંતર્ગત મારી નજરકેદને સાચી ગણાવવા માટે એક પ્રતિકૂળ પોલીસ રિપોર્ટ બનાવ્યો હતો. જોકે, કાયદાકીય પડકાર દરમિયાન નહીં. તો ઓગસ્ટ 2019માં કેન્દ્ર દ્વારા જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જાને રદ કર્યા પછી પોતાની PSA નજરકેદનો પણ ઉલ્લેખ કર્યો હતો.

આ પણ વાંચો-ઓમર અબ્દુલ્લાએ લોકોને કરી અપીલ: સંબંધીઓના મૃત્યુ પર વધુ લોકોએ ભેગા થવું નહીં, પીએમ મોદીએ કર્યા વખાણ

ગુના કે નિર્દોષી કોર્ટમાં સાબિત થવું જોઈએઃ અબ્દુલ્લા

તત્કાલીન જમ્મુ-કાશ્મીર રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાને કહ્યું હતું કે, ગુના કે નિર્દોષી કોર્ટમાં સાબિત થવી જોઈએ અને આ અપ્રમાણિક પોલીસ રિપોર્ટો પર આધારિત ન હોવી જોઈએ.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details