- ઓલિમ્પિકથી પાછા ફરતા ખેલાડીઓ માટે સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
- કોરોના RTPCR ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ દેખાડવાની જરૂર નહિ
- ખેલાડીઓએ તેમની સ્પર્ધા પૂર્ણ થયાના 48 કલાકમાં ટોક્યો છોડવાનું
નવી દિલ્હી : ભારત સરકારે રવિવારે જણાવ્યુંં હતું કે, ટોક્યો ઓલિમ્પિકથી પાછા ફરતા ખેલાડીઓ, અધિકારીઓ અને મીડિયાએ જાપાનની રાજધાની છોડતા પહેલા કોરોના RTPCR ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ દેખાડવાની જરૂર નહિ પડે.
ઘરે પરત ફરતા RTPCR ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ દેખાડવામાંથી છૂટ
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલ દ્વારા એક સત્તાવાર પત્રમાં આ નિર્ણય આપવામાં આવ્યો હતો. આ અગાઉ ભારતીય ઓલંપિક એસોસિએશન (IOE)ના પ્રમુખ નરિંદર બત્રાએ સરકારને વિનંતી કરી હતી કે, ઓલિમ્પિકની ટુકડીનું રસીકરણ થઇ ચુક્યું છેે અને ટોક્યોમાં નિયમિત કોરોના રિપોર્ટ કરવામાં આવે છે, તો તેઓએ તેમના ઘરે પરત ફરતા RTPCR ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ દેખાડવામાંથી છૂટ આપવામાં આવી છે.
લોકોએ ભારત પહોંચીને ફરીથી રિપોર્ટ કરાવવો પડશે
આરોગ્ય મંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું કે, માત્ર તે જ લોકોને ફ્લાઇટમાં ચઢવા દેવામાં આવશે, જેઓ ભારત જતા પહેલા પૂર્વ લારની તપાસમાં નેગેટિવ આવશે. આ સિવાય ટોક્યોથી પરત ફરનારા તમામ લોકોએ ભારત પહોંચીને ફરીથી રિપોર્ટ કરાવવો પડશે.
આ પણ વાંચો : ઓલિમ્પિકમાં ભારતનું પહેલુ સિલ્વર મેડલ લાવી વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુ
14 દિવસ માટે તેમના સ્વાસ્થ્યની દેખરેખ રાખવી પડશે
ખેલ મંત્રાલયને મોકલેલા આ પત્રમાં લખ્યું છે કે, ફક્ત તે જ લોકોને ફ્લાઇટમાં ચઢવા દેવામાં આવશે, જેમને આ રોગના કોઇ લક્ષણો નહિ હોય. જોકે, ક્રૂ પરત ફરતા ફરીથી રિપોર્ટ કરવામાં આવશે અને તેઓને 14 દિવસ માટે તેમના સ્વાસ્થ્યની દેખરેખ રાખવી પડશે. આવી શરતે સેમ્પલ આપ્યા પછી તેમને એરપોર્ટથી જવાની પરવાનગી આપવામાં આવશે.