ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Bail To Sushil Kumar : ઓલિમ્પિયન સુશીલ કુમારને 4 દિવસ માટે વચગાળાના જામીન મળ્યા, પિતાના અંતિમ સંસ્કારમાં આપશે હાજરી

ઓલિમ્પિયન કુસ્તીબાજ સુશીલ કુમારને સોમવારે દિલ્હીની અદાલતે ચાર દિવસ માટે વચગાળાના જામીન આપ્યા હતા. જેથી તે પોતાના પિતાના અંતિમ સંસ્કારમાં હાજરી આપી શકશે.

Etv Bharat
Etv Bharat

By

Published : Mar 7, 2023, 3:36 PM IST

નવી દિલ્હી : દિલ્હીની એક અદાલતે સોમવારે ઓલિમ્પિયન કુસ્તીબાજ સુશીલ કુમારને ચાર દિવસ માટે વચગાળાના જામીન આપવામાં આવ્યા છે. જે જુનિયર રાષ્ટ્રીય કુસ્તી ચેમ્પિયન સાગર ધનખરની હત્યાના મુખ્ય આરોપી છે, તેના પિતાના અંતિમ સંસ્કાર કરવા માટે કોર્ટે તેને માનવતાના આધાર પર જામીન આપવામાં આવ્યા છે. સુશીલ કુમાર 2 જૂન 2021થી જેલમાં છે.

હત્યાના આરોપમાં છે જેલમાં : 4 મે 2021ના રોજ સોનીપતમાં રહેતા કુસ્તીબાજ સાગર ધનખરને દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમમાં કેટલાક લોકોએ માર માર્યો હતો. ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર સુશીલ કુમાર પર હત્યાનો આરોપ હતો, જેનો એક વીડિયો પણ સામે આવ્યો હતો. આ પછી દિલ્હી પોલીસે કુસ્તીબાજ સુશીલ કુમારની તેના સહયોગીઓ સાથે ધરપકડ કરી હતી.

આ પણ વાંચો : રેસલર સાગર હત્યા કેસઃ સુશીલ કુમારનો ડંડેથી માર મારતો વીડિયો આવ્યો સામે

અનેક આરોપો લાગ્યા છે સુશિલ કુમાર સામે : દિલ્હી કોર્ટે સુશીલ કુમાર સામે હત્યા, હત્યાનો પ્રયાસ, રમખાણો, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને અન્ય અપરાધિક મામલાઓ હેઠળ આરોપો ઘડ્યા છે. સુશીલ કુમારની સાથે 17 અન્ય જુનિયર રેસલર્સ પણ આમાં સામેલ છે. આ તમામ પર સાગર ધનખરની હત્યામાં સામેલ હોવાનો આરોપ છે.

આ પણ વાંચો : Sushil Kumar: હત્યા કેસના આરોપી રેસલર સુશીલ કુમાર સાથેની સેલ્ફી મામલે તપાસના આદેશ

આ કારણોસર કરી હતી હત્યા : વાસ્તવમાં મામલો એવો હતો કે સાગર ધનખર અને સુશીલ પહેલવાન વચ્ચે ફ્લેટ ખાલી કરવાને લઈને વિવાદ થયો હતો. આ બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી, ત્યારબાદ સાગર અને તેના બે સાથીઓને મામલો થાળે પાડવા માટે જબરદસ્તીથી છત્રસાલ સ્ટેડિયમમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં સુશીલ તેના સાથીદારો સાથે પહેલાથી જ હાજર હતો. અહીં સુશીલ અને તેના સાથીઓએ સાગર અને તેના સાથીદારોને માર માર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details