નવી દિલ્હી : જર્મનીના ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ બે દિવસ ભારત મુલાકાતે નવી દિલ્હી આવી પહોંચ્યાં હતાં. વિદેશ મંત્રાલયે આ વિશે સત્તાવાર માહિતી આપી હતી. જર્મનીના ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ સાથે એક વેપારી પ્રતિનિધિમંડળ પણ આવ્યું છે. વિદેશ મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે સ્કોલ્ઝ સાથે વરિષ્ઠ અધિકારી અને એક ઉચ્ચાધિકાર પ્રાપ્ત વેપારી પ્રતિનિધિમંડળ આવ્યું છે.
સ્વતંત્ર સ્વરુપની આ પહેલી ભારત યાત્રા : જર્મનીના ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝની ભારત યાત્રા પહેલાં બંને દ્શો વચ્ચે આઈજીસી આંતર સરકારી પરામર્શ તંત્રની શરુઆત બાદ પણ કોઇ પણ જર્મન ચાન્સેલરની સ્વતંત્ર સ્વરુપની આ પહેલી ભારત યાત્રા છે, જર્મનીના ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝનું સવારમાં રાષ્ટ્રપતિભવનમાં ફોરકોર્ટમાં તેમનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ઓલાફ પીએમ નરેન્દ્ર મોદીને મળ્યાં હતાં. જણાવવામાં આવ્યું છે કે તેઓ પીએમ મોદી સાથે એક બેઠક પણ કરશે.
આ પણ વાંચો America On India Russia Relations : અમેરિકાએ કહ્યું ભારત રશિયા સાથે મિત્રતા નહીં કરશે ખતમ, યુક્રેન યુદ્ધ પર ટિપ્પણી
26 ફેબ્રુઆરીએ બેંગ્લુરુ જશે: બેઠક દરમિયાન બંને નેતાઓ દ્વિપક્ષીય, ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે. પીએમ મોદી અને જર્મનીના ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ બંને પક્ષોના સીઇઓ સાથે પણ વાતચીત કરશે. જર્મનીના ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુને પણ મળશે. વિદેશ મંત્રાલયે જણાવ્યાં અનુસાર તેઓ 26 ફેબ્રુઆરીએ બેંગ્લુરુ રવાના થશે. સ્કોલ્ઝની યાત્રા બંને દેશોના 6ઠ્ઠા આંતર સરકારી પરામર્શના મુખ્ય પરિણામોનો અંદાજ લઇ તેને આગળ વધારવામાં સહાયરુપ બનશે. આ મુલાકાતથી બંને દેશો વચ્ચે સુરક્ષા સહયોગને મજબૂત કરવામાં, ગાઢ આર્થિક સંબંધોની દિશામાં કામ કરવામાં, પ્રતિભાની ગતિશીલતાની તકો વધારવામાં અને રણનીતિક માર્ગદર્શન આપવામાં, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીમાં સહયોગ વધારવામાં મદદ મળશે.
આ પણ વાંચો International Intellectual Property Index : ઈન્ટરનેશનલ ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઈન્ડેક્સમાં ભારત 55 દેશોમાં 42મા ક્રમે છે
આંતરરાષ્ટ્રીય મંચ પર મજબૂત સહયોગ : વિદેશ મંત્રાલયની યાદીમાં જણાવાયું છે કે ભારત અને જર્મનીની રણનીતિક ભાગીદારી, સહભાગી મૂલ્યો, વિશ્વાસ અને આપસી સમજદારીથી સંલગ્ન છે. મજબૂત રોકાણ અને વ્યાપારિક કડીઓ સતત વિકાસના ક્ષેત્રમાં સહયોગ અને લોકો વચ્ચે જોડાણ વધારી દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરશે, બંને દેશ બહુપક્ષીય અને આંતરરાષ્ટ્રીય મંચ પર પણ નિકટતાથી કામ કરી રહ્યાં છે.
મજબૂત આર્થિક ભાગીદારી સાથે જોડાયેલા : બંને દેશ વિશેષ રુપથી સંયુક્ત રાષ્ટ્ર પરિષદ સુધારાઓ માટે જી4ના ભાગરુપે નિકટતાથી કામ કરી રહ્યાં છે. ભારત અને જર્મની એક મજબૂત આર્થિક ભાગીદારી સાથે જોડાયેલા છે. યુરોપીય સંઘમાં ખાસ કરીને જર્મની સાથે ભારતને વેપાર દાયરો ઘણો વ્યાપક છે. જર્મની ભારતના ટોચના 10 વૈશ્વિક વ્યાપાર ભાગીદારોમાંથી એક છે. જે ભારતના સૌથી મોટા વિદેશી પ્રત્યક્ષ રોકાણકારોમાંથી એક છે.