ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Ola and Uber Price hike: દિલ્હી-NCRમાં ઓલા-ઉબેરની યાત્રા થઈ મોંઘી, બંનેના ભાડામાં વધારો - ઈંધણના ભાવમાં તાજેતરના વધારા

હવે ઉબેર અને ઓલા દ્વારા યાત્રા કરવી મોંઘી થઈ (Ola-Uber Price hike In Delhi) ગઈ છે. બંને કંપનીઓએ ભાડામાં વધારો કર્યો છે. ઉબરે (uber price hike) સોમવારે 12 ટકા અને ઓલાએ 11 ટકાના વધારાની જાહેરાત (ola price hike ) કરી હતી.

Ola and Uber Price hike: દિલ્હી-NCRમાં ઓલા-ઉબેરની યાત્રા થઈ મોંઘી, બંનેના ભાડામાં વધારો
Ola and Uber Price hike: દિલ્હી-NCRમાં ઓલા-ઉબેરની યાત્રા થઈ મોંઘી, બંનેના ભાડામાં વધારો

By

Published : Apr 12, 2022, 11:23 AM IST

નવી દિલ્હીઃહવે દિલ્હી NCRમાં Ola-Uber દ્વારા યાત્રા (Ola-Uber Price hike In Delhi) કરવી પણ મોંઘી થઈ જશે. બંને કંપનીઓએ તેમના ભાડામાં વધારો કરવાની જાહેરાત કરી છે. એપ આધારિત રાઈડ કંપનીઓ ઉબેર અને ઓલાએ ડીઝલ, પેટ્રોલ (petrol diesel price hike) અને સીએનજીની વધતી કિંમતોને ધ્યાનમાં રાખીને ભાડામાં વધારો કરવા માટે આ નિર્ણય લીધો છે. ઉબરે 12 ટકા (uber price hike) અને ઓલાએ 11 ટકાના વધારાની જાહેરાત (ola price hike) કરી છે.

Ola and Uber Price hike: દિલ્હી-NCRમાં ઓલા-ઉબેરની મુસાફરી મોંઘી, બંનેના ભાડામાં વધારો

આ પણ વાંચો:claim income tax refund: ઈન્કમટેક્સ રિફંડનો દાવો કરવા આ સ્ટેપ્સ ફોલો કરો

ઈંધણના ભાવમાં તાજેતરના વધારા: કહેવામાં આવી રહ્યું છે કે, ડ્રાઇવરોની વધતી નારાજગીને કારણે કંપનીએ થોડા દિવસોના વિરોધ બાદ આ પગલું ભર્યું છે. ઉબેર કંપનીએ સૌપ્રથમ તેને દિલ્હીના કેટલાક વિસ્તારોમાં નવા દર સાથે ટ્રાયલ કર્યું હતું. આ પછી, સોમવારથી દિલ્હી-એનસીઆરમાં તેને સંપૂર્ણ રીતે લાગુ કરી દેવામાં આવ્યું છે. ઉબેર ઈન્ડિયા અને સાઉથ એશિયાના સેન્ટ્રલ ઓપરેશન્સના વડા નીતીશ ભૂષણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમે ડ્રાઈવરોની પ્રતિક્રિયા સાંભળી છે અને સમજીએ છીએ કે, ઈંધણના ભાવમાં તાજેતરના વધારાને કારણે તેઓ સમસ્યાનો સામનો કરી રહ્યા છે.

ઉબરે 12 ટકાનો વધારો કર્યો: ઈંધણની વધતી કિંમતો વચ્ચે તેમને મદદ કરવા માટે ઉબેર દિલ્હી-એનસીઆરમાં ભાડામાં લગભગ 12 ટકાનો વધારો કરી રહી છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે આગામી અઠવાડિયામાં અમે ઈંધણની કિંમતો પર સતત નજર રાખીશું અને તે મુજબ અમારા આગળના પગલાં લઈશું.

આ પણ વાંચો:Russia ukraine war 48 day: ઝેલેન્સકીએ કહ્યું- અમે હાર માનીશું નહીં, દક્ષિણ કોરિયાને કહ્યું - અમને હથિયારોની જરૂર

ઓલાએ ભાડામાં 11 ટકાનો વધારો કર્યો: ઉબેરની સાથે ઓલાએ (ola 11 percent price hike ) પણ તેના ભાડામાં વધારો કર્યો છે. જોકે, ઓલાએ ઉબેર કરતાં એક ટકા ઓછું એટલે કે 11 ટકા ભાડું વધાર્યું છે. ઓલાની મિની કેટેગરીમાં અત્યાર સુધી 18 કિલોમીટર માટે 9.5 રૂપિયા પ્રતિ કિમીનો દર હતો. હવે તેને વધારીને 10.5 રૂપિયા પ્રતિ કિલોમીટર કરવામાં આવ્યો છે. 18 કિમી પછી 11.80 પૈસા પ્રતિ કિલોમીટર હતો જે ઘટાડીને 12.60 પૈસા કરવામાં આવ્યો છે. એ જ રીતે, પ્રાઇમ કેટેગરીમાં પ્રથમ 15 કિલોમીટર માટે, પ્રતિ કિલોમીટરનો દર ₹12 હતો, જે હવે ઘટાડીને ₹13.01 કરવામાં આવ્યો છે. 15 કિમી પછી, ગ્રાહક પાસેથી પ્રતિ કિલોમીટર ₹13 વસૂલવામાં આવતા હતા, જે હવે વધારીને ₹14.5 કરવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details