મુંબઈ: છેલ્લા ચાર દિવસમાં ઈંધણના ભાવમાં ત્રણ વખત વધારાને યોગ્ય ઠેરવતા કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ(Union Minister Nitin Gadkari) શુક્રવારે કહ્યું હતું કે, રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને(Russia-Ukraine war) કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવમાં વધારો થયો(Oil prices in the international market) છે અને આ સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે.આ પસ્થિતિ ભારત સરકારના નિયંત્રણ બહાર છે. અહીં એક કોન્ફરન્સમાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર ગડકરીએ પણ કહ્યું હતું કે, "ક્યારેક હિન્દુત્વને ખોટી રીતે રજૂ કરવામાં આવે છે."
આ પણ વાંચો:Valsad fishermen: ડીઝલના ભાવો વધતા માછીમારની હાલત કફોડી, સબસિડી બાદ કરતાં પણ ડીઝલ મોંઘું
ભારતમાં 80 ટકા તેલની આયાત:જ્યારે તેમને પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, “ભારતમાં 80 ટકા તેલની આયાત કરવામાં આવે છે. રુસો-યુક્રેન યુદ્ધ વચ્ચે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવ વધી ગયા છે અને અમે તેના વિશે કંઈ કરી શકીએ તેમ નથી". તેઓએ કહ્યું કે, અમે 2004થી ભારતને આત્મનિર્ભર બનાવવા પર ભાર આપી રહ્યા છીએ, 'જેનાથી આપણે સ્વદેશી ઉર્જા ઉત્પાદન ક્ષમતાઓ વિકસાવવાની જરૂરિયાત પર ભાર મૂકતા આપણું પોતાનું બળતણ બનાવવાની જરૂર છે.'
આ પણ વાંચો:ગુજરાતમાં પેટ્રોલ ડીઝલનાં ભાવમાં ઘટાડો થતા વાહન ચાલકોમાં ખુશીની લાગણી મળી જોવા
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લિટર દીઠ 80 પૈસાનો વધારો:શુક્રવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લિટર દીઠ 80 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો, જે ચાર દિવસમાં ત્રીજો વધારો છે. સુપ્રીમ કોર્ટે હિંદુત્વને જીવન જીવવાની રીત ગણાવતાં ગડકરીએ કહ્યું કે, ધર્મ અને સમુદાય એકબીજાથી અલગ છે. તેથી કેટલીકવાર, હિન્દુત્વને ખ્રિસ્તી વિરોધી અને મુસ્લિમ વિરોધી તરીકે અર્થઘટન કરવામાં આવે છે. છેલ્લા સાત વર્ષમાં (મોદીની આગેવાની હેઠળની એનડીએ સરકાર સત્તામાં આવી ત્યારથી) કેન્દ્ર સરકારની કોઈ યોજનામાં કોઈની સાથે ભેદભાવ કરવામાં આવ્યો નથી. અમારી યોજનાઓમાં કોઈ સાંપ્રદાયિક અભિગમ નથી હોતો.