નવી દિલ્હીઃઆજે હેકિંગનો એક મોટો મામલો સામે આવ્યો છે. હેકર્સે મંગળવારે સવારે ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સત્તાવાર ટ્વિટર હેન્ડલને હેક કર્યું હતું. હેકર્સે તેનું નામ બદલીને 'યુગા લેબ્સ' કરી દીધું હતું.જોકે જે માહિતી મળી રહી છે તે અનૂસાર કોઇ વઘારે છેડછાડ કરી નથી.
લોગો કાળા ફોન્ટમાં 'Y':યુગ લેબ્સની છેલ્લી ટ્વીટમાં લખ્યું હતું કે, 'દીદીર સુરક્ષા કવચ નામની યોજના, બંગાળના દરેક રહેવાસી માટે મૂળભૂત આજીવિકા પ્રાપ્ત કરવાનો એક વિશાળ પ્રયાસ છે. તે તમામ ઉંમર, લિંગ, જાતિ અથવા ધર્મના લોકો માટે છે. રાજ્યવ્યાપી સર્વસમાવેશક વૃદ્ધિ હાંસલ કરવા અને કલ્યાણ કવચને વિસ્તારવા માટે, દીદીર દૂટ્સ ઘરોમાં જાગૃતિ ફેલાવે છે. આ ટ્વીટમાં લખવામાં આવ્યું હતું. જોકે વધુ કોઇ છેડછાડ કરવામાં આવી નથી.
આ પણ વાંચો Twitter Outage : આઉટેજ બાદ ટ્વિટર સામાન્ય થઈ ગયું, યુઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો
તાત્કાલિક ઠીક કરવાની ખાતરી:ટ્વિટર હેન્ડલ હેક થઈ ગયું છે. ટ્વિટરના અધિકારીઓ આ ઘટનાની તપાસ કરી રહ્યા છે. ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસનું સત્તાવાર ટ્વિટર હેન્ડલ હેક કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે પાર્ટી તેને ઠીક કરવા માટે અધિકારીઓના સંપર્કમાં છે. અધિકારીઓએ તેને તાત્કાલિક ઠીક કરવાની ખાતરી આપી છે-- ટીએમસીના રાષ્ટ્રીય પ્રવક્તા ડેરેક ઓ બ્રાયન
આ પણ વાંચો Twitter down: સતત 90 મિનિટ સુધી ટ્વિટર ડાઉન થતા યુઝર્સ હેંગ થઈ ગયા
નેતાઓના એકાઉન્ટ હેક:ગયા વર્ષે, YSR કોંગ્રેસનું સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ હેક થયું હતું. NFT મિલિયોનેરને પ્રતિબિંબિત કરવા માટે બાયો બદલવામાં આવી હતી. તે જ સમયે, ગયા વર્ષે એપ્રિલમાં, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી કાર્યાલય (CMO)નું ટ્વિટર એકાઉન્ટ હેક કરવામાં આવ્યું હતું.ધણી વાર નેતાઓના એકાઉન્ટ હેક થઇ જતા હોય છે. ધણી વખત અફવાઓ પણ ફેલાતી હોય છે. જેના કારણે આવું અવાર-નવાર બનતું રહે છે.
પ્રધાનમંત્રીનું ટ્વિટર:ભારતમાં અવાર-નવાર કોઇને કોઇ નેતાઓના એકાઉન્ટ હેક થઇ જતા હોય છે. જેમાં પ્રધાનમંત્રીને પણ બાકાત રાખવામાં આવ્યા નથી. ડિસેમ્બર 2021 તારીખ 12ના દિવસે હેક થયું હતું. જોકે થોડી વાર માટે જ હેક થયું હતું.