ભુવનેશ્વર:ઓડિશામાં ટ્રેન દુર્ઘટના બાદ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. NDRFની ટીમ પણ સ્થળ પર હાજર છે. રેલવે મંત્રી પોતે અકસ્માત સ્થળે પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમીક્ષા બેઠક બોલાવી છે. ટ્રેન અકસ્માત એટલો મોટો હતો કે 288 લોકોના મોત થયા હતા. જ્યારે 747થી વધુ લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત કેવી રીતે થયો, ચાલો જાણીએ તેના વિશે.
ક્યાં થયો અકસ્માત -ઓડિશાના બાલાસોર જિલ્લાના બહંગા બજાર સ્ટેશન પર.
ક્યારે થયો અકસ્માત - શુક્રવારે સાંજે સાત વાગ્યે.
કેવી રીતે થયો અકસ્માત:જો કે હજુ સુધી સત્તાવાર રીતે એ જાણી શકાયું નથી કે અકસ્માત કેવી રીતે થયો, પરંતુ પ્રત્યક્ષદર્શીઓએ જે કહ્યું તેના આધારે એવું કહેવામાં આવી રહ્યું છે કે ત્રણ ટ્રેનો એકબીજા સાથે અથડાઈ હતી. હાવડા - બેંગલુરુ સુપરફાસ્ટ એક્સપ્રેસ (12864) બેંગલુરુથી હાવડા જઈ રહી હતી. તેની કેટલીક બોગી પાટા પરથી ઉતરી ગઈ હતી. તેની કેટલીક બોગી પણ પાટા પર પલટી ગઈ હતી. ચેન્નાઈ સેન્ટ્રલ કોરોમંડલ - શાલીમાર એક્સપ્રેસ (12841) ચેન્નાઈ જઈ રહી હતી. આ ટ્રેન પહેલા જ પાટા પર પડી ગયેલી બોગી સાથે અથડાઈ હતી. કોરોમંડલ એક્સપ્રેસના કેટલાક ડબ્બા પલટી ગયા અને નજીકમાં ઉભેલી માલગાડીના વેગન સાથે અથડાઈ.
હવે સવાલો પૂછવામાં આવી રહ્યા છે કે જો હાવડા-બેંગલુરુ એક્સપ્રેસની કેટલીક બોગી પાટા પર પડી હતી તો તેની માહિતી કંટ્રોલ સુધી કેમ પહોંચી નથી અને પહોંચી તો કાર્યવાહી કેમ કરવામાં આવી નથી. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે આ અકસ્માત માત્ર પાંચ મિનિટના અંતરે થયો હતો. એનડીઆરએફની ટીમ સ્નિફર ડોગ્સની મદદથી અલગ-અલગ બોગીમાં જઈને કોઈ વ્યક્તિ ફસાયેલી છે કે કેમ તે શોધી રહી છે.
- Major train accidents: દેશમાં અત્યાર સુધીના મુખ્ય ટ્રેન અકસ્માતો પર એક નજર
- Odisha Train Accident: CM પટનાયકે ઓડિશામાં એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો
- Odisha train accident: પીડિતોને તમામ શક્ય મદદ કરવામાં આવશે, રાજનેતાઓએ રેલ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું