ખુર્દાઃઓડિશામાં લખીમપુરી ખેરી જેવી ઘટના (Incident like Lakhimpuri Kheri in Odisha) સામે આવી છે. અહીં ધારાસભ્ય પ્રશાંત જગદેવે પોતાની કાર ભીડ પર ચડાવી (Odisha MLA rans vehicle into crowd) દીધી, જેના કારણે ઘણા લોકો ઘાયલ થયા છે. આના પર પંચાયત સમિતિના પ્રમુખની ચૂંટણી દરમિયાન ખુર્દા જિલ્લાના બાનપુર બ્લોક ઓફિસની સામે કેટલાક લોકોએ બીજુ જનતા દળ (બીજેડી) ના સસ્પેન્ડેડ ધારાસભ્યને માર માર્યો અને ટોળાએ તેના વાહનને નુકસાન પહોંચાડ્યું, તેની ઉપર ભીડ પર પોતાની કાર ચડાવવાનો આરોપ છે.
આ પણ વાંચો:Rajkot suicide case: રાજકોટમાં બિસ્કીટ બન્યું મોટાભાઈના મોતનું કારણ
લોકોનો આરોપ છે કે, ધારાસભ્ય નશાની હાલતમાં હતા
આ ઘટનામાં 2 પત્રકારો, 7 પોલીસકર્મીઓ સહિત 20થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. લોકોનો આરોપ છે કે, ધારાસભ્ય નશાની હાલતમાં હતા. જગદેવ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે બાનપુર બ્લોક જઈ રહ્યા હતા. બ્લોક ઓફિસની સામે ભારે ભીડ હતી અને તે દરમિયાન જગદેવે કથિત રીતે ભીડ પર ગાડી ચલાવી હતી, જેમાં ફરજ પરની એક મહિલા પોલીસકર્મી સહિત અનેક લોકોને ઈજા થઈ હતી.
આ પણ વાંચો:Fake RTO documents: સુરતમાં નકલી RTOના ડોક્યુમેટ બનાવી પોલીસ મથક માંથી ગાડી છોડાવી જવાનું કૌભાંડ ઝડપાયું
રોષે ભરાયેલા સ્થાનિકોએ ધારાસભ્ય પર જીવલેણ હુમલો કર્યો
આ ઘટનાથી રોષે ભરાયેલા સ્થાનિક લોકોએ ધારાસભ્ય પર જીવલેણ હુમલો (MLA was thrashed by irate locals) કર્યો હતો, જેમાં તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્તથયા હતા, આ સાથે ધારાસભ્યના વાહનને પણ નુકસાન થયું હતું. ગંભીર રીતે ઘાયલ પ્રશાંત જગદેવને પોલીસ સારવાર માટે ભુવનેશ્વરની હોસ્પિટલમાં લઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, જગદેવ ગુંડાગીરી કરવાને કારણે ચર્ચામાં રહે છે. ચિલ્કા તળાવ પાસે બીજેપી નેતા પર હુમલો કરવા બદલ તેને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં બીજેડીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો અને ઘટનાના એક મહિના પછી તેની ધરપકડ કરવામાં આવી હતી.