ભુવનેશ્વર: ઓડિશામાં બ્લેકમેલ અને ખંડણી રેકેટની મુખ્ય આરોપી અર્ચના નાગે મંગળવારે દાવો કર્યો હતો કે તેની પાસે કેટલાક લોકો સામે "સાક્ષી પુરાવા" છે, (Lady blackmailer Archana Nag )જે જો જાહેર થશે તો રાજ્યમાં ખળભળાટ મચી જશે. નાગ જ્યારે તેને ઝારપાડા સ્પેશિયલ જેલમાંથી ભુવનેશ્વરની કેપિટલ હોસ્પિટલમાં મેડિકલ ચેક-અપ માટે ખસેડવામાં આવી રહી હતી ત્યારે તેણે વાત કરી હતી. બાદમાં નાગને પૂછપરછ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ઓફિસમાં લઈ જવામાં આવી હતી.
કોઈને બક્ષીશ નહીં:આગળ બોલતા, નાગે કહ્યું, "હું તપાસ એજન્સીને સહકાર આપીશ અને પૂછપરછ માટે ED મને રિમાન્ડ પર લે તેની રાહ જોઈ રહ્યી છું. મને બોલવા માટે સમયની જરૂર છે. મારા ખુલાસાથી રાજ્યમાં સમગ્ર પરિસ્થિતિ બદલાઈ જશે. હું ફસાયેેલી હતી અને હું કોઈને બક્ષીશ નહીં."
અવાજ ઉઠાવ્યો:નાગની 6 ઓક્ટોબરે સ્થાનિક પોલીસે ધરપકડ કરી હતી અને ત્યારથી તે ન્યાયિક કસ્ટડીમાં છે. તેણીને જે રીતે અટકાયતમાં લેવામાં આવી હતી અને બાદમાં ધરપકડ કરવામાં આવી હતી તે અંગે તેણીએ પોલીસ કમિશનરેટ સામે પણ અવાજ ઉઠાવ્યો હતો. 26 વર્ષીય મહિલાએ કહ્યું, "હું આતંકવાદી નથી. જે રીતે મારી ધરપકડ કરવામાં આવી હતી અને મારા પરિવારને કમિશનરેટ પોલીસ દ્વારા હેરાન કરવામાં આવ્યો હતો, તે મારી વિરુદ્ધ ષડયંત્ર સૂચવે છે." EDએ સોમવારે નાગને સાત દિવસના રિમાન્ડ પર લીધી હતી અને તેને 13 ડિસેમ્બરે જિલ્લા અને સેશન્સ કોર્ટમાં રજૂ કરશે.