ભૂવનેશ્વર: મુખ્યપ્રધાન નવીન પટનાયક દ્વારા પ્રધાન તરીકે પસંદ કરાયેલા ધારાસભ્યો શપથ ગ્રહણ સમારોહમાં શપથ (Naveen Patnaik government) લીધા હતા. તેમના 20 પ્રધાન અને સ્પીકરના રાજીનામા પછી (Odisha cabinet reshuffle) તરત જ, ઓડિશાના મુખ્યપ્રધાન અને BJD પ્રમુખ નવીન પટનાયકે 21 ધારાસભ્યોને તેમના નવા પ્રધાનો તરીકે (New cabinet takes oath) પસંદ કર્યા છે. જો કે શપથ લેનારા કેબિનેટ મંત્રીઓમાં જગન્નાથ સરકા, તુકુની સાહુ, પ્રમિલા મલિક,રણેન્દ્ર પ્રતાપ સ્વૈન, તુષારકાંતિ બેહેરા,નબા કિશોર દાસ, સમીર રંજન દાશ,પ્રતાપ કેશરી દેબ, અતનુ સબ્યસાચી નાયક,રોહિત પૂજારી અને રાજેન્દ્ર ધોળકીયાનો સમાવેશ થાય છે.
ઓડિશામાં નવા પ્રધાનમંડળની રચના, 13 પ્રધાનોને મળ્યું કેબિનેટમાં સ્થાન, 8ને સ્વતંત્ર હવાલો - BJD પ્રમુખ નવીન પટનાયક
રવિવારે ઓડિશામાં નવા પ્રધાનમંડળની (New cabinet takes oath) રચના કરવામાં આવી હતી. રવિવારે કુલ 21 નવા પ્રધાનોએ શપથ લીધી હતી.કુલ 21માંથી 13ને કેબિનેટમાં સ્થાન મળ્યું છે. જ્યારે 8 પ્રધાનને સ્વતંત્ર હવાલો આપી દેવાયો છે. ભૂવનેશ્વરના લોકસેવા ભવનમાં (Bhubaneswar Seva Bhavan) રાજ્યપાલ ગણેશીલાલે નવા પ્રધાનોને શપથ દેવડાવી હતી.
આ પણ વાંચો:લો બોલો, એરક્રાફ્ટના ટોયલેટમાંથી મળી આવી સોનાની લગડીઓ, કરોડોમાં અંકાઈ કિંમત
કોણ કેબિનેટમાં: જ્યારે સબિત હૈમ્બ્રમ, શ્રીકાંત સાહૂ, અશ્વિની પાત્રા, અશોક પાંડા, ઉષા દેવી, નિરંજન પૂજારી, પ્રીતિ રંજન ઘદેઈ, પ્રદીપ અમત અને રીતા સાહૂને સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો છે. કેબિનેટમાં જે મોટા લોકોના નામ સામે ફેરબદલી કરવામાં આવી છે એમાં કાયદા અને પંચાયતી રાજ પ્રધાન પ્રતાપ જેના, વન અને પર્યાવરણ મંત્રી બિક્રમ કેશરી અરૂખ, શિક્ષણમંત્રી અરૂણ સાહૂ અને ગૃહરાજ્ય મંત્રી દિવ્ય શંકર મિશ્રાનો સામાવેશ થાય છે. આ પહેલા રાજીનામું આપનારા પ્રધાનમાંથી સાત વ્યક્તિઓ પહેલી વખત પ્રધાન તરીકે સત્તામાં આવેલા હતા. ઓડિશાના રાજકીય ઈતિહાસમાં પહેલી વખત એવું બન્યું છે કે, તમામ પ્રધાનોને પદ છોડવા માટે આદેશ કરવામાં આવ્યા હોય. તારીખ 29 મેના રોજ મુખ્યપ્રધાન નવીન પટનાઈકે પોતાનો ત્રીજો કાર્યકાળ પૂરો કર્યો હતો.