નવી દિલ્હીઃ સંગઠીત અપરાધ અને ભ્રષ્ટાચાર રિપોર્ટિંગ પ્રોજેક્ટ (OCCRP) દ્વારા ગુરૂવારે આરોપ કર્યો છે કે મોરેશિયસ સ્થિત ઈન્વેસ્ટમેન્ટ ફંડમાં વેપાર કરવા વાળી કંપનીઓએ અદાણી ગ્રૂપના શેરોમાં કરોડો ડોલરનું ઈન્વેસ્ટમેન્ટ કર્યુ છે.OCCRPને ફંડિગ કરવામાં જ્યોર્જ સોરોસ અને રોકફેલર બ્રધર્સના નામ બહાર આવ્યા છે.
OCCRP રિપોર્ટનો દાવોઃ અદાણી ગ્રૂપના ઈમેલમાંથી ફાઈલોને આધારે OCCRPએ જણાવ્યું કે આ તપાસમાં બે મામલા એવા છે કે જ્યાં રહસ્યમય ઈન્વેસ્ટર્સે એવી ઓફશોર સંરચનાઓના માધ્યમથી અદાણી સ્ટોક ખરીદવામાં અને વેચવામાં આવ્યા છે. બે વ્યક્તિઓ નાસિર અલી શાબાન અહલી અને ચાંગ ચુંગ-લિંગ વિષયક OCCRP દ્વારા દાવો કરાયો છે કે તેમના અદાણી ગ્રૂપ સાથે લાંબા સમયથી વ્યાપારિક સંબંધ છે. OCCRP રિપોર્ટ અનુસાર નાસિર અલી શાબાન અહલી અને ચાંગ ચુંગ-લિંગે ગૌતમ અદાણીના મોટાભાઈ વિનોદ અદાણી સાથે સંકળાયેલી કંપનીઓમાં ડાયરેક્ટર અને શેરધારકના રૂપમાં કામ કર્યુ છે.વર્ષો સુધી અદાણી સ્ટોકને વિદેશી માધ્યમો દ્વારા ખરીદ વેચાણ કરી છે. આ પ્રક્રિયાથી ગ્રૂપને ઘણો નફો થયો હતો. વિનોદ અદાણીની કંપનીઓમાં રોકાણ કરાવવા માટે તેઓ ચાર્જ લેતા હતા.
PTIના સમાચારઃ અદાણી ગ્રૂપે આ આરોપોનું ખંડન કર્યુ છે. OCCRP રિપોર્ટમાં દર્શાવાયેલા મોરેશિયસ ફંડોનું નામ હિંડનબર્ગ રિપોર્ટમાં આવી ચૂકયું છે. આ રિપોર્ટમાં હિંડનબર્ગના આરોપોનું પુનરાવર્તન કરવામાં આવ્યું છે. પીટીઆઈએ 24 ઓગસ્ટે રિપોર્ટ આપ્યો હતો કે સોરોસ દ્વારા ફંડિગ એક સંસ્થા જે સ્વયં યુરોપ, આફ્રિકા, એશિયા અને લેટિન અમેરિકામાં સક્રિય છે તે ભારતની એક અગ્રણી કોર્પોરેટ કંપની વિરુદ્ધ રિપોર્ટ જાહેર કરશે. OCCRP રિપોર્ટમાં અહલી અને ચાંગને અદાણી પ્રમોટરો દ્વારા કાર્ય સોંપવામાં આવ્યાનું માનવામાં આવ્યું છે. જો આવું હોયતો અદાણી ગ્રૂપમાં તેમની ભાગીદારીનો અર્થ એ છે કે અંદરના લોકો પાસે કુલ મળીને 75 ટકાથી વધુની ભાગીદારી છે. આ ભારતીય લિસ્ટિંગ કાયદાનો ભંગ છે.
અદાણી ગ્રૂપની આશ્ચર્યજનક સમૃદ્ધિઃ અહલી અને ચાંગ દ્વારા ખરીદવામાં આવેલા શેરના નાણાં અદાણી પરિવારમાંથી આવ્યા હોવાના પુરાવા મળ્યા નથી પરંતુ તપાસમાં અદાણીના શેરનો વેપાર કરવામાં તેમના પરિવાર સામેલ હોવાના પુરાવા મળ્યા છે. રિપોર્ટ દર્શાવે છે કે અદાણી ગ્રૂપની સમૃદ્ધિ આશ્ચર્યજનક છે, નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા તેના એક વર્ષ પહેલા અદાણીની નેટવર્થ 8 અરબ ડોલર હતી જે પાછલા વર્ષે 260 અરબ ડોલર થઈ ચૂકી છે. અદાણી ગ્રૂપ ટ્રાન્સપોર્ટેશન, નેચરલ ગેસ વિતરણ, કોલસા, વીજળી, કન્સ્ટ્રકશન, ડેટા સેન્ટર અને રીયલ એસ્ટેટ જેવા ઘણા ક્ષેત્રોમાં સક્રિય છે.
- Hindenburg Adani Case : અદાણી ગ્રૂપના શેરોમાં તેજીનું તોફાન, ગૌતમ અદાણીની સંપત્તિમાં ઉછાળો
- Adani Group : હિંડનબર્ગના અહેવાલ પછી પ્રથમ વખત, અદાણી ગ્રૂપે USD 130 મિલિયન ડેટ બાયબેક શરૂ કર્યું