સંભલઃ ઉત્તર પ્રદેશના સંભલમાં રામલીલાના મંચ પર અશ્લીલતા (Obscene dance on stage of Ramlila in Sambhal) પીરસવામાં આવી હતી. ધાર્મિક મંચ પર અશ્લીલતાનો વીડિયો વાયરલ (Up ramlila dance video viral) થયા બાદ પણ વહીવટીતંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં આવતા નથી. આ જ કારણ છે કે, રામલીલા સ્ટેજ પર અશ્લીલ ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
આજ જોવાનું બાકી હતું, રામલીલાના સ્ટેજ પર અશ્લીલ ડાન્સ - रावण के दरबार में बार गर्ल का डांस
ઉત્તર પ્રદેશના સંભલમાં શ્રી રામલીલા સમિતિના મંચ પર અશ્લીલ ડાન્સનો એક વીડિયો વાયરલ (Up ramlila dance video viral) થઈ રહ્યો છે. વીડિયોમાં અર્ધ નગ્ન થઈને ફિલ્મી ગીતો પર અભદ્ર ડાન્સ કરવામાં આવી રહ્યો છે.
અશ્લીલતાનો પ્રચાર :જણાવી દઈએ કે, શ્રી રામલીલા સમિતિના મંચ પર અશ્લીલ ડાન્સનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયો સંભલ જિલ્લાના બહજોઈના પુરાણા બજારમાં ચાલી રહેલા રામલીલા કમિટીના પ્લેટફોર્મનો જણાવવામાં આવી રહ્યો છે. વાયરલ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, ધાર્મિક પ્લેટફોર્મ પર કેવી રીતે અશ્લીલતાનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. અહીં વાયરલ વીડિયોમાં અર્ધ નગ્ન થઈને ફિલ્મી ગીતો પર ઉગ્ર અશ્લીલ ડાન્સ કરવામાં આવી રહ્યો છે.
આશ્ચર્યની વાત એ છે કે,આ અશ્લીલ ગીતો પર આયોજકો અને શ્રોતાઓ જોર જોરથી હસી રહ્યા છે, ત્યારે જવાબદાર સરકારનું ધ્યાન આ તરફ જતું નથી. આવી સ્થિતિમાં રામલીલાના મંચ પરથી જે રીતે અશ્લીલ ડાન્સનો વીડિયો સામે આવ્યો છે, તેનાથી સ્પષ્ટપણે અનુમાન લગાવી શકાય છે કે, ધાર્મિક મંચ પણ કેવી રીતે અશ્લીલ મંચમાં ફેરવાઈ ગયું છે. જોકે, જિલ્લા વહીવટીતંત્રે આ મામલે તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું છે. અશ્લીલ ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. ETV Bharat આ વીડિયોની પુષ્ટી કરતું નથી.