- દેશની દિકરી સામે અયોગ્ય ભાષાનો થયો ઉપયોગ
- બંગાળમાં જે થઇ રહ્યું છે તે દેશ માટે ચિંતાનો વિષય
- ભારતના 80 કરોડ ખેડૂતોએ દિલ્હી જવું પડશે
ગ્લાલિયર: યુવા પાટીદાર નેતા હાર્દિક પટેલ મંગળવારે ગ્વાલિયર પહોંચ્યા હતાં જ્યાં તેમણે મીડિયા સાથે વાતચીત કરી હતી જે દરમિયાન હાર્દિક પટેલે પશ્ચિમ બંગાળ ચૂંટણી અંગે કહ્યું હતું કે દેશના વડાપ્રધાન દેશની દિકરી વિશે આવી ભાષાનો ઉપયોગ કરે છે તે તેમણે ન કરવો જોઇએ. સાથે જ બંગાળ ચૂંટણીમાં જે થઇ રહ્યું છે તે દેશના લોકો માટે ચિંતાનો વિષય છે.
ખેડૂત આંદોલન પર હાર્દિકનું નિવેદન
ખેડૂત આંદોલન અંગે હાર્દિક પટેલે કહ્યું હતું કે હવે ભારતના 80 કરોડ ખેડૂતોએ દિલ્હી જવું પડશે. જ્યારે ખેડૂત ગુજરાત, પંજાબ, મધ્યપ્રદેશ અને બિહાર સહિત અન્ય રાજ્યોમાંથી દિલ્હી આવશે ત્યારે જ ખેડૂતોની સ્થિતિ અંગે સરકારને ચિંતા થશે. જો સરકારે 3 કાળા કાયદા લાગુ કર્યાં તેની જગ્યાએ સ્વામીનાથન રિપોર્ટ લાગુ કર્યો હોત તો તેમનું શું જતું હતું.
વધુ વાંચો:પશ્ચિમ બંગાળની ચૂંટણી માટે બિહાર પોલીસની 12 કંપનીઓ મોકલાઇ