વડોદરા: ન્યાય મંદિર એટલે ન્યાય નું મંદિર જ્યાં, નિસ્પક્ષ પણે ન્યાય કરવામાં આવે (Historic Courthouse of Vadodara)છે અને આરોપીને સજા ફટકારવામાં આવે છે. વડોદરામાં આવેલું ન્યાય મંદિર ભારતના બેંજન્ટાઇન આર્કિટેક્ચરનો નમૂનો છે. ન્યાય મંદિર વડોદરા શહેરની જિલ્લા કોર્ટ હતી(District Court of Vadodara City) જે સમય અંતરે બંધ કરી કોર્ટની નવી બિલ્ડીંગ દિવાળીપુરા ખાતે ખસેડવામાં આવી છે આજે આ બિલ્ડીંગને ગુજરાત સરકાર દ્વારા વડોદરા મહાનગરપાલિકાને સુપ્રત કરવામાં આવી છે. જેની ઓફિશિયલ આવનાર 25 ડિસેમ્બરે રાજ્યના મુખ્યપ્રધાનના હસ્તે સુપ્રત કરશે અને ઐતિહાસિક આ ઇમારતને કોર્પોરેશન દ્વારા મ્યુઝિયમ બનાવવા માટેની કામગીરી શરૂ કરવામાં (Nyay Mandir will eventually be handed over vmc)આવશે.
શું રહી છે આ ઐતિહાસિક ઇમારતની માંગ: વડોદરાના ઐતિહાસિક વારસાની ભવ્યતાની જાણ થઇ શકે તે માટે સિટી હેરિટેઝ મ્યુઝિયમ પર ભાર મૂકાયો છે અને લાલકોર્ટવાળી બિલ્ડિંગમાં આર્ટ ગેલેરી બનાવાય તો સ્થાનિક કલાકારો અને અને અન્ય કલાકારોને યોગ્ય જગા મળી રહેશે. વડોદરા શહેર કલાનગરી, સંસ્કારીનગરી તરીકે ઓળખાતું હોવાથી આર્ટ ગેલેરી બનવાથી કલાકારોને પ્રોત્સાહન મળી રહેશે. સાથે મ્યુઝિયમ દ્વારા પ્રવાસીઓ માટે એક આકર્ષણનું કેન્દ્ર બને તેવું શાહેરવાસી ઈચ્છી રહ્યા છે.
શું છે ન્યાયમંદિરનો ઇતિહાસ: મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા એ રોબર્ટ ચીસલોમ ને વડોદરાની મધ્યમાં વિશાળ શાકમાર્કેટ બનાવવા સુચવ્યું હતું. પરંતુ તેના બાંધકામ પૂર્ણ થયા પછી તેનો નગરગૃહ તરીકે વિકસાવવાનું વિચાર્યું અને આ જ ઇમારત કોર્ટતરીકે ઉપયોગ થતો હતો. ઇમારત ના બાંધકામ પછી ૩૦ નવેમ્બર ૧૮૯૬ ના રોજ વિસેરોય લોર્ડ એલ્ગિન દ્વારા એનું ઉદ્દ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઇમારત 4 એકર જેટલા વિશાળ વિસ્તાર માં ફેલાઈ છે. જુના સમયમાં આ ન્યાયમંદિર ચિમનાબાઈ ન્યાય મંદિર તરીકે ઓળખાતી હતી. તે સમય માં પણ આના બાંધકામ પાછળ ૭ લાખ જેટલો ખર્ચો કરવામાં આવ્યો હતો.