- ગોવાના એક બીચ પર 2 સગીરા સાથે ગેંગરેપને લઈને ચર્ચા થઈ રહી
- ગોવામાં સગીર બાળકીઓ સાથે ગેંગરેપ મામલા પછી ફરી એક વાર મહિલા સુરક્ષા પર પ્રશ્નો ઉઠ્યા
- દિકરીઓની સાથે દરિંદગીની તમામ હદ પાર થઈ, જેનાથી દેશ હચમચી ગયો હતો
હૈદરાબાદઃ ગોવામાં સગીર બાળકીઓ સાથે ગેંગરેપ મામલા પછી ફરી એક વાર મહિલા સુરક્ષા અંગે પ્રશ્નો ઉઠી રહ્યા છે. તેવામાં દેશમાં આવું પહેલા પણ અનેક વખત થયું છે, જ્યારે દિકરીઓની સાથે દરિંદગી થઈ છે, જેનાથી માનવતા હલી ગઈ હતી. આવા અનેક મામલા છે, જ્યાં દિકરીઓની સાથે દરિંદગીની તમામ હદ પાર થઈ ગઈ હતી અને સમગ્ર દેશ હચમચી ગયો હતો. તેવામાં અનેક મામલા સામે આવ્યા છે, જ્યારે દિકરીઓને ન્યાય અને આરોપીઓને સજા અપાવવા માટે લોકો રસ્તા પર ઉતરી આવ્યા.
આ પણ વાંચો-#JeeneDo: સગીરાઓ પર ગેન્ગરેપ અને ગોવાના મુખ્યપ્રધાનના નિવેદન બાદ મહિલાઓ અને પર્યટકો પૂછી રહ્યા છે સવાલ…
દિલ્હીનો નિર્ભયા કેસ
16 ડિસેમ્બર, 2012ના દિવસે દિલ્હીમાં પેરામેડીકલની વિદ્યાર્થિની સાથે ચાલતી બસમાં ગેંગરેપની ઘટનાથી સમગ્ર દેશ હચમચી ગયો હતો. 6 લોકોએ પહેલા પીડિતાના મિત્રને ઢોર માર માર્યો હતો. પછી વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ કર્યું હતું. ત્યારબાદ યુવતી અને તેના મિત્રને ચાલતી બસમાંથી બહાર ફેંકી દીધી હતી. પીડિતાને ગંભીર હાલતમાં દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, પરંતુ તેની સ્થિતિ ન સુધરતા તેને સિંગાપોર રિફર કરવામાં આવી હતી, જ્યાં તેનું મોત થયું હતું.
નિર્ભયાને ન્યાય અપાવવા માટે લોકો રસ્તા પર ઉતર્યા હતા આ પણ વાંચો-#JeeneDo: ઘણી લાંબી સૂચિ છે દુષ્કર્મ અને મહિલાઓ પર નિવેદન આપનારાઓની
નિર્ભયાને ન્યાય અપાવવા માટે લોકો રસ્તા પર ઉતર્યા હતા
નિર્ભયા સાથે થયેલા દુષ્કર્મ પછી સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન થયું હતું. આ મામલો રસ્તાથી સંસદ સુધી ગુંજ્યો હતો. પોલીસે 5 દિવસ પછી એક સગીર સહિત 6 આરોપીઓની ધરપકડ કરી હતી. ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સુનાવણી દરમિયાન એક આરોપી રામ સિંહે તિહાડ જેલમાં આત્મહત્યા કરી હતી. તો બચેલા 4 આરોપીઓને મોતની સજા થઈ હતી. જ્યારે સગીર આરોપીને બાળ સુધાર ગૃહમાં મોકલવામાં આવ્યો હતો. ત્યારબાદ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે પણ સજા યથાવત રાખી હતી. 20 માર્ચ 2020ના દિવસે પવન, અક્ષય, વિનય અને મુકેશને ફાંસીએ લટકાવવામાં આવ્યા હતા.
હૈદરાબાદ ગેંગરેપ કેસ
નવેમ્બર 2019માં હૈદરાબાદની પાસે એક 26 વર્ષની વેટરનરી ડોક્ટર દિશાની ગેંગરેપ પછી હત્યા કરી દેવામાં આવી હતી. 28 નવેમ્બરે બેંગલુરૂ-હૈદરાબાદ નેશનલ હાઈવે પર અંડરપાસ પાસેથી પીડિતાનો બળેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. ત્યારબાદ સમગ્ર દેશમાં લોકોમાં ગુસ્સો જોવા મળ્યો હતો. લોકો રસ્તા પર આવ્યા હતા અને પીડિતાને ન્યાય અપાવવા માટે માગ કરી હતી.
હૈદરાબાદ ગેંગરેપ અને મર્ડર કેસથી હચમચી ઉઠ્યો હતો દેશ પીડિતાનો મૃતદેહ 27 કિલોમીટર દૂરથી મળ્યો હતો
આ અંગે તપાસ શરૂ થઈ તો CCTV ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. ત્યારે જાણવા મળ્યું હતું કે, પીડિતા તોંડુપલ્લી પાસે પોતાની સ્કૂટી પાર્ક કરી રહી હતી. ત્યારબાદ આરોપીઓએ સ્કૂટીનું ટાયર પંચર કરી દીધું હતું. દિશા જ્યારે પરત ફરી તો સ્કૂટરમાં પંચર જોયું અને તેણે તેની બહેનને ફોન કર્યો હતો. ત્યારબાદ આરોપીઓએ દિશાને મદદ કરવાની ઓફર આપી અને તેને ટોલપ્લાઝા પાસે ઝાડીઓમાં લઈ ગયા હતા. ત્યાં તેનો ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. પોલીસના જણાવ્યામુજબ, 4 લોકોએ દિશા સાથે ગેંગરેપ કર્યો હતો અને તેનો મૃતદેહ 27 કિલોમીટર દૂર લઈ જઈ ડીઝલ કે પેટ્રોલથી દઝાડી દેવાયો હતો.
હૈદરાબાદ ગેંગરેપ અને મર્ડર કેસથી સમગ્ર દેશ હચમચી ગયો હતો
29 નવેમ્બરે પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી હતી, જેમની ઉંમર 20થી 24 વર્ષની વચ્ચે હતી. કોર્ટે ચારેય આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા હતા. આ વચ્ચે પોલીસ ચારેય આરોપીઓને ઘટનાસ્થળે લઈ ગઈ હતી, જ્યાં આરોપીઓએ ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે ચારેયનું એન્કાઉન્ટર કર્યું હતું. આ એન્કાઉન્ટર પછી હૈદરાબાદ પોલીસના વખાણ થવા લાગ્યા હતા. એન્કાઉન્ટરના સમાચાર મળતા લોકો પોલીસ જવાનોનું સ્વાગત કરવા ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
ઉન્નાવ રેપ કેસ
વર્ષ 2017માં ઉત્તરપ્રદેશના ઉન્નાવની એક સગીરા સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો હતો. નોકરી અપાવવામાં મદદના નામ પર દુષ્કર્મનો આરોપ 15 વર્ષથી ઉન્નાવના ધારાસભ્ય કુલદીપ સેંગર પર લાગ્યો હતો, જે બસપાથી લઈને સમાજવાદી પાર્ટી અને પછી ભાજપની ટિકિટ પર ધારાસભ્ય બન્યો હતો. એક અઠવાડિયા પછી પીડિતા ગાયબ થઈ ગઈ હતી. લગભગ 10 દિવસ પછી તે ઔરૈયામાં મળી હતી. પીડિતાએ પોલીસમાં ફરિયાદ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મહિનાઓ સુધી FIR નોંધવામાં નહતી આવી. ત્યારબાદ પીડિતાએ કોર્ટનો દરવાજો ખટકાવ્યો અને પછી કોર્ટના આદેશ પર પોલીસે કેસ નોંધવો પડ્યો હતો.
ભાજપના ધારાસભ્ય કુલદીપ સેંગરને ઉન્નાવ રેપ કેસમાં સજા ભાજપના ધારાસભ્ય કુલદીપ સેંગરને ઉન્નાવ રેપ કેસમાં સજા
પોલીસે આ મામલે કેસ તો નોંધ્યો પણ ધરપકડ નહતી થઈ. ઉલટાનું પીડિતાના પરિવારજનોને ધમકી મળવા લાગી હતી અને સેંગર આ સમગ્ર મામલાને તેના વિરૂદ્ધ ષડયંત્ર બતાવતો હતો. એપ્રિલ 2018માં ધારાસભ્યા કુલદીપ સેંગરના ભાઈએ પીડિતાના પિતાને ઢોર માર માર્યો હતો અને પોલીસે પીડિતાના પિતાને જ આર્મ્સ એક્ટ અંતર્ગત પકડી લીધા હતા. પોલીસ સ્ટેશનમાં પણ તેના પિતાની પિટાઈ કરવામાં આવી હતી અને પછી અધમરા હાલતમાં તેમને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. આનાથી કંટાળી ન્યાયની માગણી કરતી પીડિતાએ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના આવાસ પાસે આત્મદાહ કરવાનો પ્રયાસ કર્યો હતો.
કુલદીપ સેંગરને 2019માં 10 વર્ષની સજા થઈ હતી
પીડિતા તો બચી ગઈ, પરંતુ તેના પિતાનું હોસ્પિટલમાં મોત થયું હતું. બેદરકારીના આરોપમાં પોલીસવાળા સસ્પેન્ડ થયા અને અતુલ સેંગરની પીડિતાના પિતાની હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ ઉત્તરપ્રદેશ સરકારે આ મામલો CBIને સોંપી દીધો હતો. પરિવારને પછી પણ ધમકીઓ મળતી હતી. હાઈકોર્ટની દખલગીરી પછી કુલદીપ સેંગરની ધરપકડ કરવામાં આવી હતી. આ તમામની વચ્ચે જુલાઈ 2019માં એક ટ્રકે એ કારને ટક્કર મારી હતી, જેમાં પીડિતાની કાકી, બહેન અને વકીલ હતા. ત્યારબાદ તેની કાકી અને બહેનનું મોત થયું હતું, જ્યારે વકીલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. લાંબી ન્યાયિક પ્રક્રિયા પછી 16 ડિસેમ્બર 2019એ કોર્ટે કુલદીપ સેંગરને અપહરણ અને દુષ્કર્મના દોષી ગણાવતા 10 વર્ષની સજા સંભળાવી હતી.
કઠુઆ ગેંગરેપ
જાન્યુઆરી 2018એ જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લાના રસાના ગામમાં બકરવાલ જનજાતિની એક 8 વર્ષની બાળકીનું અપહરણ થયું હતું. બાળકીની સામૂહિક દુષ્કર્મ પછી હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ મૃતદેહ વેરવિખેર હાલતમાં મળ્યો હતો. માસૂમ બાળકીને નશીલી દવા ખવડાવતા પૂજા સ્થળની અંદર જ દરિંદગીની વાત સામે આવી હતી. માસુમ બાળકી સાથે થયેલા દુષ્કર્મ પછી સમગ્ર દેશમાં ગુસ્સો જોવા મળ્યો હતો. બાળકીના પિતાની ફરિયાદ પર કેસ નોંધવામાં આવ્યો હતો અને પોસ્ટમોર્ટમમાં ગેંગરેપ પછી મર્ડરની પુષ્ટિ થઈ હતી. આ મામલામાં મંદિરના પ્રભારીના ભત્રીજાની ધરપકડથી મામલાને ધાર્મિક રંગ આપવામાં આવ્યો હતો. હિન્દુ એકતા મંચે આરોપીના સમર્થનમાં પ્રદર્શન કર્યું હતું અને ભાજપના ધારાસભ્ય પણ સમર્થનમાં આવ્યા હતા.
કઠુઆ ગેંગરેપના આરોપીઓ સામે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો કઠુઆ ગેંગરેપના આરોપીઓ સામે લોકોનો ગુસ્સો સામે આવ્યો
પોલીસે 8માંથી 7 પુખ્ત આરોપીઓ સામે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. પોતાના સગીર કહી રહેલા આરોપી સામે પણ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. પોલીસના મતે, ગામથી બકરવાલ સમુદાયને બહાર કરવાના પ્રયાસમાં આ દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. પોલીસનું માનીએ તો, કુલ 8 આરોપીઓમાંથી એક પૂર્વ રાજસ્વ અધિકારીથી લઈને ચાર પોલીસવાળા અને એક સગીર સામેલ હતા. આમાં 2 પોલીસવાળાઓ પર પૂરાવાનો નાશ કરવાનો આરોપ લાગ્યો હતો. 10 જૂન 2019એ કોર્ટે સાંજીરામ, પ્રવેશકુમાર ઉર્ફે મન્નુ અને દિપક ખજૂરિયા નામના 3 આરોપીઓને ઉંમરકેદની સજા ફટકારી હતી. જ્યારે તિલક રાજ, આનંદ દત્ત અને સુરિન્દર કુમારને 5-5 વર્ષની સજા ફટકારી છે. વિશાલ નામના એક આરોપીને છોડી દેવાયો હતો.
હિમાચલની બાળકી સાથે દુષ્કર્મ
4 જુલાઈ 2017ના દિવસે શિમલા જિલ્લાના કોટખાઈની એક વિદ્યાર્થિની સ્કૂલથી પરત ફરી રહી હતી. તે દરમિયાન ગાયબ થઈ ગઈ હતી. 2 દિવસ પછી જંગલમાં વિદ્યાર્થિનીનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળ્યો હતો. તપાસમાં દુષ્કર્મ પછી તેની હત્યા કરી હોવાની પુષ્ટિ થઈ હતી. આ મામલાની તપાસ માટે SIT બનાવવામાં આવી હતી. STIએ 6 સ્થાનિક લોકોની ધરપકડ કરી તો લોકોએ પોલીસ પર સાચા ગુનેગારોને બચાવવાનો આરોપ લગાવ્યો હતો. ધરપકડ કરેલા 6 આરોપીઓમાંથી નેપાળી મૂળના સૂરજની પોલીસ કસ્ટડીમાં જ મોત થઈ ગઈ હતી અને પછી લોકોનો ગુસ્સો વધુ ફાટ્યો હતો. લોકો બાળકી માટે ન્યાયની માગને લઈને રસ્તા પર ઉતર્યા હતા. ત્યારબાદ સરકારે આ મામલો CBIને સોંપ્યો હતો.
હિમાચલની બાળકીને ન્યાય અપાવવા માટે લોકોએ પોસ્ટર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું હિમાચલની બાળકીને ન્યાય અપાવવા માટે લોકો રસ્તા પર ઉતર્યા હતા
CBIએ સૂરજ હત્યાકાંડમાં સૌથી પહેલા SITની આગેવાની કરી રહેલા IG જહૂર જૈદી સહિત 9 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની ધરપકડ કરી હતી. CBIની તપાસ પણ લંબાતી રહી, પરંતુ કંઈ સામે નહતું આવતું. ત્યારબાદ CBIએ અનિલ કુમાર ઉર્ફે નીલૂ ચરાનીની ધરપકડ કરી હતી. CBIએ પૂરાવા એકઠા કર્યા. ત્યારપછી 18 જૂન 2021એ કોર્ટે દોષી નીલૂ ચરાનીને ઉંમરકેદની સજા ફટકારી હતી.
પ્રિયદર્શિની મટ્ટુ
દિલ્હી યુનિવર્સિટીની લૉ સ્ટૂડન્ટ રહેલી પ્રિયદર્શિની મટ્ટુનો મૃતદેહ 23 જાન્યુઆરી, 1996એ દિલ્હીમાં તેના કાકાના ઘરેથી મળ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું હતું કે, 25 વર્ષની પ્રિયદર્શિનીની દુષ્કર્મ પછી હત્યા કરવામાં આવી હતી અને આરોપ દિલ્હી યુનિવર્સિટીના જ એક વિદ્યાર્થી સંતોષ સિંહ પર લાગ્યો હતો, જે IPS અધિકારીનો પૂત્ર હતો. તપાસમાં જાણવા મળ્યું હતું કે, સંતોષ પ્રિયદર્શિનીને પ્રેમ કરતો હતો, પરંતુ પ્રિયદર્શિની તેને પ્રેમ નહતી કરતી.
આરોપી સંતોષે પ્રિયદર્શિનીના કાકાના ઘરે પહોંચી તેની સાથે દુષ્કર્મ કર્યું
ત્યારબાદ પણ સંતોષ તેનો પીછો કરતો હતો, જેનાથી કંટાળી પ્રિયદર્શિનીએ તેની સામે એક કેસ દાખલ કર્યો હતો. દિલ્હી પોલીસમાં સંતોષના પિતાના પ્રભાવ સામે પોલીસે કોઈ એક્શન નહતું લીધું. ત્યારબાદ સંતોષની હિંમત એટલી વધી ગઈ કે 23 જાન્યુઆરી 1996ના દિવસે સંતોષ પ્રિયદર્શિનીના ઘરે પહોંચ્યો હતો. કાકાના ઘરમાં પ્રિયદર્શિની એકલી હતી. સંતોષે ફરી તેની સામે પ્રેમનો પ્રસ્તાવ રાખ્યો, જેને ફરી એક વાર પ્રિયદર્શિનીએ ઠુકરાવી દીધો હતો. ત્યારબાદ સંતોષે પ્રિયદર્શિની સાથે પહેલા દુષ્કર્મ કર્યું અને પછી હેલમેટથી 19 વખત વાર કર્યા પછી તેનું ગળું દબાવી હત્યા કરી હતી.
વર્ષ 2006માં આરોપી સંતોષને મોતની સજા સંભળાવી હતી
વર્ષ 1999માં નીચલી કોર્ટે પ્રિયદર્શિનીના હત્યારા સંતોષ સિંહને પૂરાવાના અભાવના કારણે છોડી દીધો હતો. પ્રિયદર્શિની મટ્ટુ રેપ અને મર્ડર કેસ પછી લોકો રસ્તા પર ઉતર્યા હતા અને મહિલાઓ સામે વધતા ગુનાઓ સામે અવાજ ઉઠાવ્યો હતો. આ મામલો હાઈકોર્ટ પહોંચ્યો હતો અને વર્ષ 2006માં દિલ્હી હાઈકોર્ટે સંતોષકુમાર સિંહને મોતની સજા સંભળાવી હતી, જેને ચાર વર્ષ પછી સુપ્રીમ કોર્ટે ઉંમરકેદમાં ફેરવી દીધી હતી.
અરૂણા શાનબાગ
27 નવેમ્બર 1973ના દિવસે મુબંઈને કેઈએમ હોસ્પિટલની એક નર્સ અરૂણા શાનબાગ સાથે હોસ્પિટલના વોર્ડબોય સોનહલાલે દુષ્કર્મ કર્યું હતું અને પછી શ્વાનના ગળામાં લગાવવામાં આવતી ચેનથી નર્સનું ગળું દબાવી તેને મારવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ અરૂણા કોમામાં જતી રહી હતી. એક દિવસ પછી આરોપી સોહનલાલની ધરપકડ કરવામાં આવી હતી. દુષ્કર્મનો આરોપ તો સાબિત ન થયો, પરંતુ હત્યાના પ્રયાસના કારણે આરોપીને 7 વર્ષની સજા થઈ હતી.
લેખિકાએ અરૂણા શાનબાગ માટે ઈચ્છામૃત્યુની માગ કરી હતી
તે દરમિયાન હોસ્પિટલના બેડ પર નિર્જિવ પડેલી અરૂણાની આંખોની રોશનીથી લઈને શક્તિ પણ જતી રહી હતી અને તે લકવાગ્રસ્ત થઈ ગઈ હતી. અરૂણા 4 દાયકાથી પણ વધુ સમય કોમામાં રહી અને બેડમાં નિર્જિવ રીતે પડી રહી. અરૂણાની સમગ્ર વાત ત્યારે સામે આવી જ્યારે તેની વાર્તા લખનારી લેખિકા પિન્કી વિરાનીએ અરૂણા માટે ઈચ્છા મૃત્યુની માગ કરી હતી, પરંતુ દેશની સૌથી મોટી કોર્ટે ઈચ્છામૃત્યુના આદેશનો ઈનકાર કરી દીધો હતો.
18 મે 2015માં અરૂણા શાનબાગનું મોત થયું હતું
તે દરમિયાન ઈચ્છા મૃત્યુને લઈને ઘણી ચર્ચા અને બહેસ થઈ હતી. આ મુદ્દો સમાચારપત્ર અને ટીવી ચેનલોની હેડલાઈન બન્યો હતો. ત્યારે જઈને લોકોને અરૂણા શાનબાગ અંગે જાણ થઈ હતી. 18 મે 2015ના દિવસે અરૂણા શાનબાગનું મોત થયું હતું અને 42 વર્ષોથી કોમામાં રહીને જીવન અને મોતની વચ્ચે ઝોલા ખાતી અરૂણા શાનબાગની વાર્તા પૂર્ણ થઈ હતી.