નાગપુર: છેલ્લા કેટલાક દિવસોમાં નાગપુર (મહારાષ્ટ્ર) નજીકના ઉમરેડ અને કુહી તાલુકાના કેટલાક ગામોમાં ઘરોની દિવાલો પર 'રતિસ ખેલ ચલે' ડાન્સ હંગામા (Maharashtra dance hungama) નામના કાર્યક્રમની જાહેરાતો લગાવવામાં આવી હતી. લોકોને આકર્ષવા માટે તેનો ઘણો પ્રચાર પણ કરવામાં આવી રહ્યો હતો. નાગપુર જિલ્લાના ઉમરેડ અને કુહી તાલુકાના કેટલાક ગામોમાં ઉપરોક્ત કાર્યક્રમની આડમાં બંધ બારણાંમાં નગ્ન નાચ (Nagpur Nude Dance) કરવામાં આવતો હોવાની ઘટના સામે આવી છે. ન્યૂડ ડાન્સનો વીડિયો વાયરલ થયા બાદ આ મામલો સામે આવ્યો છે.
યુવાનોના પગ બંધ દરવાજ તરફ વળવા લાગ્યા
હાલમાં નાગપુરના ગ્રામીણ વિસ્તારો (Nagpur rural area)માં શંકરપટ્ટ (બળદ ગાડાની રેસ)નું આયોજન કરવામાં આવી રહ્યું છે. યુવાનો આમાં સક્રિયપણે ભાગ લે છે. દિવસભર શંકરપટ (Bullock cart race)નો આનંદ માણ્યા બાદ યુવાનોના પગ બંધ દરવાજા તરફ વળવા લાગ્યા છે. આ બંધ દરવાજામાં અશ્લીલતા પીરસવામાં આવી રહી છે. ન્યુડ ડાન્સ જોવા માટે દરરોજ ભીડ એકઠી થતી હતી, પરંતુ પોલીસને તેનો ખ્યાલ નહોતો.