મુંબઈ :આજે ભારતીય શેરમાર્કેટમાં સતત ઉતાર ચઢાવ સાથે ભરપૂર એક્શન જોવા મળ્યું છે. આજે દિવસ દરમિયાન સતત તેજીવાળા ઓપરેટરો અને મંદીવાળા ઓપરેટરો વચ્ચે હોડ જામી હતી. જેના પરિણામે સતત ઉતાર ચઢાવ રહ્યા હતા. જોકે ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex 103 પોઈન્ટના સુધારા સાથે 69,928 ના મથાળે બંધ રહ્યો હતો. જ્યારે NSE Nifty પણ 0.13 ટકાના વધારા સાથે 20,997 ના મથાળે બંધ થયો હતો. આજના ટ્રેડિંગ દરમિયાન UPL, અલ્ટ્રા ટેક સિમેન્ટ, ONGC, અદાણી એન્ટરપ્રાઈઝ ટોપ ગેનર્સની યાદીમાં સામેલ હતા. ડૉ. રેડ્ડી, બીપીસીએલ, સિપ્લા, એક્સિસ બેંકમાં ઘટાડા સાથે વેપાર થયો છે.
BSE Sensex : આજે 11 ડિસેમ્બર સોમવારના રોજ BSE Sensex ગતરોજના 69,826 બંધની સામે 100 પોઈન્ટ વધીને 69,926 ના મથાળે ખુલ્યો હતો. દિવસ દરમિયાન સતત ઉતાર ચઢાવ વચ્ચે 69,782 પોઈન્ટ ડાઉન અને 70,058 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી. BSE Sensex પ્રથમ ઉચકાયા બાદ સતત વેચવાલીના પગલે નીચે પટકાતો રહ્યો હતો. DII ના ટેકારુપી બાઈંગ સાથે ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex ઈન્ડેક્સ 103 પોઈન્ટ વધીને 69,928 ના મથાળે બંધ રહ્યો હતો. જે 0.15 ટકાનો વધારો દર્શાવે છે.
NSE Nifty : આજના ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty ઈનડેક્સ લગભગ 28 પોઈન્ટ (0.13 %) વધીને 20,997 પોઈન્ટ પર બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, NSE Nifty ઈનડેક્સ આજે 20,965 ના મથાળે સપાટ ખુલ્યો હતો. ત્યારબાદ NSE Nifty 20,923 પોઈન્ટ સુધી ડાઉન અને 20,997 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી. દિવસ દરમિયાન વિદેશી ફંડના સેલિંગ પ્રેશર અને DII ના ટેકારુપી બાઈંગ વચ્ચે ઈન્ડેક્સ સતત ઉપર નીચે થતો રહ્યો હતો.