- અમરિંદર સિંહે અજિત ડોભાલ સાથે કરી મુલાકાત
- કેપ્ટન સાથે મુલાકાત બાદ શાહને મળવા પહોંચ્યા ડોભાલ
- પંજાબ સરહદ સુરક્ષાના મુદ્દે થઈ ચર્ચા
નવી દિલ્હી: પંજાબના પૂર્વ મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંહે (Captain Amrinder Singh) આજે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ (NSA Ajit Doval) સાથે મુલાકાત કરી. માનવામાં આવી રહ્યું છે કે, તેમણે પંજાબ (Punjab)ની પાકિસ્તાનથી અડીને આવેલી સરહદ પર ડ્રોનથી હથિયાર ફેંકવા સહિત અનેક અન્ય સુરક્ષા બિંદુઓ પર વાત કરી. તો અમરિંદર સિંહ સાથે વાત કર્યા બાદ અજિત ડોભાલ ગૃહપ્રધાન અમિત શાહ (Home Minister Amit Shah) સાથે વિચાર-વિમર્શ માટે તેમના નિવાસસ્થાને પહોંચી ચૂક્યા છે.
ભાજપમાં સામેલ થવાને લઇ નિર્ણય અમરિંદર પર છોડાયો
તો બીજેપીના સૂત્રોએ જણાવ્યું છે કે, પાર્ટીમાં સામેલ થવાનો નિર્ણય કેપ્ટન અમરિંદર સિંહ પર છોડી દેવામાં આવ્યો છે. જો તેઓ પાર્ટીમાં સામેલ થવા નથી ઇચ્છતા તો ભાજપ તેમને બહારથી સમર્થન કરી શકે છે. જો કે અનેક નેતાઓનું કહેવું છે કે કેપ્ટન પંજાબમાં રાજકીય અસ્થિરતા અને સરહદી ક્ષેત્રની સુરક્ષા સંબંધમાં ગૃહપ્રધાન અમિત શાહ સાથે મળ્યા હતા.
અમિત શાહ સાથે મુલાકાત દરમિયાન કૃષિ કાયદા અને ખેડૂત આંદોલન પર થઈ વાત