હૈદરાબાદઃ કોઈપણ દેશના વિકાસમાં પ્રવાસીઓનું મહત્વનું યોગદાન રહેલું હોય છે. ભારતીય પ્રવાસીઓ સમગ્ર વિશ્વમાં ફેલાયેલા છે. દેશના વિકાસમાં પ્રવાસીઓના યોગદાનને સન્માનવા માટે 9 જાન્યુઆરીને પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ પ્રસંગે દુનિયાના ખૂણે ખૂણે રહેતા પ્રવાસી ભારતીયો આવે છે. આ કાર્યક્રમના આયોજનમાં પ્રવાસી ભારતીયો સરકારને વિકાસના મોડલ વિશે સૂચન પણ કરતા હોય છે. જયારે સરકાર તરફથી આ પ્રવાસી ભારતીયોને દેશના વિકાસ માટે આર્થિક, ટેકનિકલ સહિત અનેક મુદ્દાઓ પર સહયોગની અપીલ કરવામાં આવે છે.
દક્ષિણ આફ્રિકામાં પોતાના સફળ આંદોલન બાદ મહાત્મા ગાંધી એક વિજેતા બનીને 9મી જાન્યુઆરી 1915ના રોજ ભારત પરત ફર્યા હતા. ભારતમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. દેશમાં પરત ફર્યા બાદ ગાંધીજી તેમની પત્ની સાથે રેલવેમાં 3જા વર્ગમાં મુસાફરી કરીને સમગ્ર દેશમાં ફર્યા હતા. તેમણે દેશમાં ગરીબી અને બદતર સ્થિતિ જોઈ હતી. આ દરમિયાન તેમણે અંગ્રેજ સરકાર દ્વારા રોલેટ એક્ટનો વિરોધ શરુ કર્યો હતો. આ વિરોધમાં તેમની સાથે આખો દેશ માર્ગો પર ઉતરી આવ્યો હતો. દેશના સફળ પ્રવાસી મોહનદાસ કરમચંદ ગાંધીના આફ્રિકાથી પરત ફરવાની તિથિ 9મી જાન્યુઆરીને પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
પ્રવાસી ભારતીય દિવસ પ્રસંગે ભારત સરકાર તરફથી પ્રવાસી ભારતીય સમ્માન એવોર્ડ પણ આપવામાં આવે છે. આ પ્રવાસી ભારતીયોને ભારત સરકાર તરફથી આપવામાં આવતો સર્વોચ્ચ સન્માન છે. આ એવોર્ડ નોન રેસિડેન્ટ ઈન્ડિયન, ભારતીય મૂળના નિવાસી, નોન રેસિડેન્ટ દ્વારા સંચાલિત અને સ્થાપિત સંસ્થાઓને આપવામાં આવે છે. જે અંતર્ગત ભારતના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપનારા પ્રવાસી ભારતીયોની પસંદગી કરવામાં આવે છે. સમ્માન માટે વેપાર, કળા, ટેકનોલોજી, વિજ્ઞાન સહિત અનેક ક્ષેત્રોમાં યોગદાન બદલ એવોર્ડ આપવામાં આવે છે.
એવોર્ડના માપદંડ
- વિદેશોમાં ભારત વિશે વધુ સમજણ કેળવી હોય
- પરોપકારી અને ધર્માર્થ કાર્ય સાથે સંકળાયેલ હોય
- ભારતના હિતના રાજકીય મુદ્દાઓનો સમર્થક હોય
- ભારતીયોનું વિદેશમાં કલ્યાણ કરતો હોય
- વિદેશમાં ભારત દેશને ગૌરવ અપાવ્યું હોય
- ભારતીય અને પ્રવાસી ભારતીય વચ્ચે બહેતર સંબંધ હોય
પ્રવાસી ભારતીય દિવસ આયોજન સ્થળ
- 2023 ઈંદોર
- 2021 વર્ચ્યૂઅલ
- 2019 વારાણસી
- 2017 બેંગાલુરુ
- 2015 ગાંધીનગર
- 2014 નવી દિલ્હી
- 2013 કોચિ
- 2012 જયપુર
- 2011 નવી દિલ્હી
- 2010 નવી દિલ્હી
- 2009 ચેન્નાઈ
- 2008 નવી દિલ્હી
- 2007 નવી દિલ્હી
- 2006 હૈદરાબાદ
- 2005 મુંબઈ
- 2004 નવી દિલ્હી
- 2003 નવી દિલ્હી
વડા પ્રધાન મોદીની ઓફિશિયલ વેબસાઈટ અનુસાર 15 જૂન 2014થી 7 સપ્ટેમ્બર 2023 સુધી વડા પ્રધાન નરેન્દ્ર મોદી 74 વિદેશ પ્રવાસ કર્યા છે. તેમણે અનેક વિદેશ પ્રવાસમાં એકથી વધુ દેશોને પણ આવરી લીધા હતા. તેઓ દરેક વિદેશ પ્રવાસમાં પ્રવાસી ભારતીયો સાથે મુલાકાત કરે છે અને તેમણે દેશના વિકાસમાં યોગદાન કરવા અપીલ કરે છે.
વેબસાઈટ અનુસાર વડા પ્રધાન ભુતાન, બ્રાઝિલ, નેપાલ, જાપાન, અમેરિકા, મ્યાનમાર, ઓસ્ટ્રેલિયા, ફિઝી, શ્રીલંકા, મોરેશિયસ, સિંગોપોર, ફ્રાંસ, જર્મની, કેનેડા, ચીન, મોંગોલિયા, સાઉથ કોરિયા, બાંગ્લાદેશ, રશિયા, યુએઈ, આયર્લેન્ડ, અમેરિકા, ટર્કી, મલેશિયા, પાકિસ્તાન, ઈરાન, સાઉથ આફ્રિકા અને ઈન્ડોનેશિયાનો પ્રવાસ ખેડી ચૂક્યા છે.
પ્રવાસી દિવસ સાથે સંકળાયેલ તથ્યોઃ
- ચીન બાદ ભારતનો વિશ્વમાં પ્રવાસી નાગરિકોનો સમુદાય છે.
- 32 મિલિયનથી વધુ પ્રવાસી ભારતીયો સમગ્ર વિશ્વભરમાં ફેલાયલ છે.
- દર વર્ષે 9મી જાન્યુઆરીના રોજ પ્રવાસી ભારતીય દિવસ ઉજવાય છે.
- 9 જાન્યુઆરી 1915ના રોજ ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યા હતા.
- આ કારણથી 9મી જાન્યુઆરીને પ્રવાસી દિવસ તરીકે ઉજવાય છે.
- પ્રવાસી ભારતીય દિવસને એનઆરઆઈ દિવસ પણ કહેવાય છે.
- ભારતીય પ્રવાસીઓને દેશ સાથે સાંકળવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
- PIO અને OCI કાર્ડ ધારકોને 2015માં એક કેટેગરી OCIમાં સંમિલિત કરી દેવાઈ.
- 25 ડિસેમ્બર, 2021ના ડેટા અનુસાર વિશ્વભરમાં 37 મિલિયન પ્રવાસી ભારતીયો છે. જેમાં 13 મિલિયનથવી એનઆરઆઈ અને 18 મિલિયનથી વધુ પીઆઈઓમાં સમાવિષ્ટ છે.
- ભારતીય પ્રવાસી પોતાની પ્રતિભા, અનુકરણીય અનુસાશન અને સખત મહેનત માટે ઓળખાય છે. તેમણે વિજ્ઞાન, ટેકનોલોજી, સંગીત, સાહિત્ય, રાજકારણ અને વેપારમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
- એનઆરઆઈને મતદાન કરવા માટે વર્ષ 2010માં એક બિલ પસાર કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત તેઓ ઈન્ડિયન પાસપોર્ટ હોય તો મતદાન કરી શકે છે.
- વર્લ્ડ બેન્કની રિપોર્ટ અનુસાર ભારતે 2023માં અનુમાનિત યુએસડી 125 બિલિયન સાથે લાર્જેસ્ટ રીસિપન્ટ ઓફ રેમિટન્સના સ્વરુપમાં પોતાનું સ્થાન કાયમ રાખ્યું છે.
અગ્રણી ભારતીય પ્રવાસીઓ