- સંસ્થાની રાષ્ટ્રીય કાર્યકારિણી અને કોર કમિટીની બેઠકમાં લેવાયો નિર્ણય
- સંસ્થાના પ્રમુખ રાજયોગિની દાદી હૃદયમોહિનીનું નિધન થયું હતું
- 94 વર્ષીય દાદી રતનમોહિની સંસ્થાના યુવા વિભાગના રાષ્ટ્રીય પ્રમુખ પણ છે
આ પણ વાંચોઃજાણો એક સરકારી મહિલા અધિકારીએ શા માટે અધ્યાત્મનો માર્ગ પસંદ કર્યો?
સિરોહીઃ આંતરરાષ્ટ્રીય સંસ્થા બ્રહ્માકુમારીના નવા પ્રમુખ તરીકે 94 વર્ષીય રાજયોગિની દાદી રતનમોહિનીની પસંદગી કરવામાં આવી છે. સંસ્થાનની રાષ્ટ્રીય કાર્યકારિણી અને કોર કમિટી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. તાજેતરમાં જ સંસ્થાના પ્રમુખ રાજયોગિની દાદી હૃદયમોહિનીનું નિધન થયું હતું. ત્યારબાદ કોર કમિટીની બેઠકમાં નવા પ્રમુખની જાહેરાત કરવામાં આવી છે. દાદી રતનમોહિની આ પહેલા સંસ્થાના ચીફ એડમિનિસ્ટ્રેટર હતાં.