- હવે દેશમાં સૂર્યાસ્ત પછી પણ મૃતદેહોનું પોસ્ટમોર્ટમ થઈ શકશે
- મોદી સરકારે અંગ્રેજોના સમયની આ પ્રણાલીનો અંત આણ્યો
- સ્વાસ્થ્ય મંત્રાલયે ટ્વિટ કરીને આ જાણકારી આપી
નવી દિલ્હીઃ હવે દેશમાં સૂર્યાસ્ત પછી પણ મૃતદેહોનું પોસ્ટમોર્ટમ (post mortem performed after sunset) થઈ શકશે. કેન્દ્રની મોદી સરકારે (Central Government) અંગ્રેજોના સમયની આ પ્રણાલીનો અંત આણ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે ટ્વિટ કરીને આ જાણકારી આપી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ (Mansukh Mandvia) સોમવારે માહિતી આપી હતી.
સૂર્યાસ્ત બાદ કરાશે પોસ્ટમોર્ટમ
આ અંગે સ્વાસ્થ્ય મંત્રાલયે નિર્ણય લીધો છે કે જે હોસ્પિટલોમાં રાત્રે પોસ્ટમોર્ટમ કરવાની સુવિધા છે, તેઓ હવે સૂર્યાસ્ત પછી પણ પોસ્ટમોર્ટમ કરી શકશે. આરોગ્ય પ્રધાને કહ્યું કે, બ્રિટિશ સમયની વ્યવસ્થા ખતમ થઈ ગઈ છે. નવો પ્રોટોકોલમાં જણાવાયું છે કે, અંગદાન માટે પોસ્ટમોર્ટમ પ્રાથમિકતાના ધોરણે થવું જોઈએ અને નિયમિત ધોરણે આવા પોસ્ટમોર્ટમ કરવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતી હોસ્પિટલોમાં સૂર્યાસ્ત પછી (post mortem performed after sunset) પણ થવું જોઈએ. આ નિર્ણયમાં આરોગ્ય મંત્રાલયે કહ્યું કે કોઈપણ શંકા દૂર કરવા અને કાયદાકીય હેતુઓ માટે રાત્રે તમામ પોસ્ટમોર્ટમ માટે તેનું વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવશે.
આ પણ વાંચો: રાણી કમલાપતિ રેલવે સ્ટેશનનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટન, કોંગ્રેસ પર કર્યો આડકતરી રીતે પ્રહાર