- દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે રાજ્યની તમામ સ્કૂલોમાં દેશભક્તિ અભ્યાસક્રમનો (Patriotic course) કરાવ્યો શુભારંભ
- શહીદ ભગતસિંહની જન્મજયંતી નિમિત્તે મુખ્યપ્રધાને છત્રસાલ સ્ટેડિયમથી તમામ સરકારી સ્કૂલોમાં કરાવ્યો પ્રારંભ
- આવનારી પેઢી એક સાચી દેશભક્ત બની દેશની પ્રગતિમાં પોતાનો ફાળો આપે અને એક જવાબદાર નાગરિક બનેઃ મુખ્યપ્રધાન
નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે (Delhi Chief Minister Arvind Kejriwal) શહીદ ભગતસિંહની જયંતી (Anniversary of Shaheed Bhagat Singh) નિમિત્તે સરકારી સ્કૂલોમાં ભણાવવામાં આવતા દેશભક્તિ અભ્યાસક્રમનો (Patriotic course) શુભારંભ કર્યો હતો. તે દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, આપણી આવનારી પેઢી એક સાચી દેશભક્ત બની દેશની પ્રગતિમાં પોતાનો ફાળો આપે અને એક જવાબદાર નાગરિક બને. આ માટે દિલ્હીની તમામ સરકારી સ્કૂલોમાં દેશભક્તિ અભ્યાસક્રમની (Patriotic course) શરૂઆત કરવામાં આવી છે. મુખ્યપ્રધાને છત્રસાલ સ્ટેડિયમથી (Chhatrasal Stadium) રાજ્યની તમામ સરકારી સ્કૂલોમાં દેશભક્તિ અભ્યાસક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું.
આપણે બાળકોને અન્ય વિષય ભણાવ્યા પણ દેશભક્તિ ન શીખવી, દિલ્હી સરકારે આ અભ્યાસક્રમ શરૂ કર્યો તેની ખુશીઃ કેજરીવાલ
દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે (Delhi Chief Minister Arvind Kejriwal) છત્રસાલ સ્ટેડિયમમાં હાજર શિક્ષકો અને વિદ્યાર્થીઓને સંબોધિત કરતા કહ્યું હતું કે, દેશભક્તિ અભ્યાસક્રમ (Patriotic course)ના માધ્યમથી હવે દિલ્હીની તમામ સરકારી શાળાઓમાં બાળકોને પોતાના દેશથી પ્રેમ કરવાનું શીખવવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, છેલ્લા 74 વર્ષમાં આપણે પોતાની શાળાઓમાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ તો ભણાવ્યું જ, પરંતુ બાળકોને દેશભક્તિ ન શીખવી. મને ખુશી છે કે, દિલ્હી સરકારે આ શરૂઆત કરી છે.
આગામી સમયમાં સમગ્ર દેશમાં દેશભક્તિની લહેર ફેલાશેઃ કેજરીવાલ
મુખ્યપ્રધાને વધુમાં ઉમેર્યું હતું કે, દેશભક્તિની ભાવના આપણી અંદર 24 કલાક કઈ રીતે જાગૃત રહે, આ જ દેશભક્તિ અભ્યાસક્રમનો (Patriotic course) ઉદ્દેશ છે અને આ દેશની પ્રગતિમાં એક મહત્ત્વનું પગલું સાબિત થશે. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે, દિલ્હીએ એક નાની શરૂઆત કરી છે. આગામી સમયમાં સમગ્ર દેશ મળીને આને વધુ યોગ્ય બનાવશે અને સમગ્ર દેશમાં દેશભક્તિની લહેર ફેલાશે.
આ અભ્યાસક્રમ શરૂ કરવા માટે આનાથી સારો દિવસ કયો હોઈ શકેઃ સિસોદિયા
તો કાર્યક્રમને સંબોધિત કરતા શિક્ષણ પ્રધાન મનીષ સિસોદિયા (Education Minister Manish Sisodia)એ કહ્યું હતું કે, શહીદ-એ-આઝમ સરદાર ભગતસિંહનો જન્મદિવસ છે. દેશભક્તિ અભ્યાસક્રમને લાગુ કરવા માટે આનાથી ઉત્તમ દિવસ કયો હોઈ શકે. દરરોજ 45 મિનીટના ક્લાસમાં 5 મિનીટનું દેશભક્તિ ધ્યાન હશે, જેમાં બાળકોનું માઈન્ડફૂલ મેડિટેશન થશે.
ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓ માટે આ ક્લાસ દરરોજ હશે