નવી દિલ્હી: દિલ્હી-NCRમાં મંકીપોક્સના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને, દિલ્હીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સની (Monkeypox samples can be tested at AIIMS) વાઈરોલોજી લેબ તેના નમૂનાઓનું પરીક્ષણ કરવા માટે તૈયાર છે. ટેસ્ટિંગ માટે લેબ સ્ટાફને તાલીમ આપવાની સાથે સાથે જરૂરી સાધનો પણ અહીં પહોંચી ગયા છે. હવે જ્યારે દર્દીના સેમ્પલ આવશે ત્યારે તેની અહીં તપાસ થઈ શકશે.
દિલ્હીની AIIMSમાં પણ થઈ શકશે મંકીપોક્સની તપાસ, તમામ જરૂરી સાધનો પહોંચ્યા
મંકીપોક્સના શંકાસ્પદ કેસોની તપાસ માટે NIV પુણેને સેમ્પલ મોકલવાની જરૂર નથી. હવે મંકીપોક્સના સેમ્પલ દિલ્હીની વાઈરોલોજી લેબ, ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સમાં (Monkeypox samples can be tested at AIIMS) પણ ટેસ્ટ કરી શકાશે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ :હાલમાં, દેશમાં મંકીપોક્સના નમૂનાઓ NIV પુણેને તપાસ માટે મોકલવામાં આવે છે. દિલ્હીમાં મંકીપોક્સના એક કેસની પુષ્ટિ થઈ છે, જ્યારે એક કેસ શંકાસ્પદ છે, તેના નમૂનાનો રિપોર્ટ આવવાનો બાકી છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ (All India Institute of Medical Sciences) દિલ્હી એઈમ્સ સહિત મંકીપોક્સની તપાસ માટે દેશમાં 15 લેબની પસંદગી કરી છે. હવે દિલ્હી AIIMSની વાઈરોલોજી લેબમાં મંકીપોક્સનું પરીક્ષણ કરી શકાશે. રવિવારે દિલ્હીમાં મંકીપોક્સના પ્રથમ કેસની પુષ્ટિ થઈ હતી.
આ પણ વાંચો:હવે Google Mapsમાં જોવા મળશે ભારતના રસ્તાઓની વાસ્તવિક તસવીરો
મંકીપોક્સના વધતા કેસો :મંકીપોક્સના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે લોકનાયક જયપ્રકાશ હોસ્પિટલને નોડલ સેન્ટર બનાવ્યું છે. મંકીપોક્સ માટે હોસ્પિટલમાં 6 બેડનો આઈસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યો છે. જ્યાં 20 ડોક્ટરોની ટીમ સાથે નર્સો અને ટેકનિશિયન સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે.