ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Marriage Registration In Delhi: લવ મેરેજ કરવા માંગતા યુગલોને રાહત, લગ્નનું રજિસ્ટ્રેશન કરાવવા પર ઘરે નહીં જાય નોટિસ - દિલ્હી હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ પિટિશન

પ્રેમી યુગલોને હવે સ્પેશિયલ મેરેજ એક્ટ (special marriage act india 1954) હેઠળ લગ્ન કરવામાં કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. દિલ્હી સરકારે (delhi government) લગ્ન કરનારના ધર્મ, જાતિ અથવા અન્ય કોઈપણ ધોરણોને ધ્યાનમાં લીધા વિના લગ્ન કરવાની મંજૂરી હોવાની વાત કરી. સરકારે તેના પરિપત્રમાં આદેશનું પાલન નહીં થાય તો કડક પગલાં લેવાનું પણ કહ્યું છે.

Marriage Registration In Delhi: લવ મેરેજ કરવા માંગતા યુગલોને રાહત, લગ્નનું રજિસ્ટ્રેશન કરાવવા પર ઘરે નહીં જાય નોટિસ
Marriage Registration In Delhi: લવ મેરેજ કરવા માંગતા યુગલોને રાહત, લગ્નનું રજિસ્ટ્રેશન કરાવવા પર ઘરે નહીં જાય નોટિસ

By

Published : Dec 17, 2021, 4:07 PM IST

નવી દિલ્હી: પ્રેમી યુગલોને હવે સ્પેશિયલ મેરેજ એક્ટ (special marriage act india 1954) હેઠળ લગ્નકરવામાં કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. દિલ્હી સરકારે (delhi government) આ સંબંધમાં અધિકારીઓને સૂચનાઓ આપી છે અને કહ્યું છે કે, આવા કિસ્સાઓમાં પરિવારને નોટિસ મોકલવી જોઈએ નહીં. આ માટે સુપ્રીમ કોર્ટનો આદેશ પણ ટાંકવામાં આવ્યો છે.

યુવકના માતા-પિતાને નોટિસ પાઠવી હતી

આ ઓર્ડર ઓગષ્ટમાં બનેલી એક ઘટના બાદ ચર્ચામાં આવ્યો હતો. અહીં એક અધિકારીએ આંતર-ધાર્મિક લગ્ન (inter religious marriage in india) કરવા જઈ રહેલા યુગલના માતા-પિતાને નોટિસ પાઠવી હતી. નોટિસ બાદ યુવતીના પરિવારજનોએ તેનું અપહરણ કર્યું હતું. જો કે બાદમાં તેના પ્રેમીએ કોર્ટમાં હેબિયસ કોર્પસ પિટિશન (habeas corpus petition in delhi high court)દાખલ કરી હતી, ત્યારબાદ પરિવારે યુવતીને છોડી દીધી હતી.

આદેશનું પાલન નહીં થાય તો કડક પગલાં લેવાશે

આ મામલે ડેપ્યુટી કમિશનર, તમામ ADM, તમામ SDM અને તહસીલદાર સહિત દિલ્હીના તમામ અધિકારીઓને જારી કરાયેલા સૂચના આદેશમાં, દિલ્હી સરકારે લગ્ન સંબંધી બાબતોના અધિકારીઓ અને રજિસ્ટ્રારને (officer of marriage matter and registers) સત્તાવાર બોર્ડ પર તેની જાણ કરવા કહ્યું. આમાં સ્પેશિયલ મેરેજ એક્ટની જોગવાઈઓને ધ્યાનમાં રાખવા અને અધિકારોની વાત કરવામાં આવી છે. આમાં, તેઓએ લગ્ન કરનારના ધર્મ, જાતિ અથવા અન્ય કોઈપણ ધોરણોને ધ્યાનમાં લીધા વિના લગ્ન કરવાની મંજૂરી હોવાની વાત કરી. સરકારે તેના પરિપત્રમાં આદેશનું પાલન નહીં થાય તો કડક પગલાં લેવાનું પણ કહ્યું છે.

કેન્દ્ર અને દિલ્હી સરકારને હાઇકોર્ટે નોટિસ પાઠવી હતી

ઓગષ્ટ મહિનામાં બનેલા આ કેસમાં યુવતીએ તેના માતા-પિતા પાસે જવાની ના પાડી દીધી હતી. આ કેસ દાખલ થયા બાદ કોર્ટે દંપતીને સુરક્ષા પુરી પાડી હતી. આ કેસને જોડીને દિલ્હી હાઈકોર્ટે ઓક્ટોબર 2020માં કેન્દ્ર અને દિલ્હી સરકારને નોટિસ પાઠવી હતી, જેમાં કોર્ટે સ્પેશિયલ મેરેજ એક્ટ 1954 હેઠળ (special marriage act 1954) લગ્નની નોંધણી (marriage registration in delhi)ના 30 દિવસનો સમય આપીને જાહેર નોટિસ જારી કરવા અંગે પ્રશ્ન પૂછ્યો હતો. તેના જવાબમાં કેન્દ્રએ ફેબ્રુઆરી 2021માં તેની બરતરફીની માંગ કરી અને કહ્યું કે તેનો ઉદ્દેશ તમામ પક્ષોના હિતોને સુરક્ષા પ્રદાન કરવી પડશે. જો કોઈએ નોટિસ જારી કર્યાના 30 દિવસની અંદર વાંધો નોંધાવ્યો હોય તો સંબંધિત અધિકારી તપાસ ચાલું રહે ત્યાં સુધી તેમને લગ્નનું પ્રમાણપત્ર જારી કરતા નથી.

આ પણ વાંચો: રાજનાથ સિંહ આજે ફ્રાન્સનાં રક્ષા પ્રધાન પાર્લીને મળશે, સુરક્ષા સંબંધો પર થશે ચર્ચા

આ પણ વાંચો: Miss World 2021 in Puerto Rico: વધતા COVID-19 કેસોને કારણે મિસ વર્લ્ડ 2021 મુલતવી રાખવામાં આવી

ABOUT THE AUTHOR

...view details