- દિલ્હી કોમી તોફાનોના આરોપી તાહીર હુસૈનની જામીન અરજીની સુનાવણી
- દિલ્હી હાઈકોર્ટે દિલ્હી પોલિસને નોટિસ પાઠવી
- દિલ્હી પોલીસને 6 ઓગસ્ટ સુધીમાં જવાબ રજૂ કરવા નિર્દેશ આપ્યો
નવી દિલ્હીઃ દિલ્હી કોમી તોફાનોના આરોપી ( Delhi violence case accused Tahir Hussain ) તાહીર હુસૈનની જામીન અરજીની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે દિલ્હી પોલિસને ( Notice to Delhi Police ) નોટિસ પાઠવી છે. જસ્ટિસ મુક્તા ગુપ્તાએ દિલ્હી પોલીસને 6 ઓગસ્ટ સુધીમાં જવાબ રજૂ કરવા નિર્દેશ આપ્યો છે. ન્યાયાધીશ મુક્તા ગુપ્તાએ જણાવ્યું હતું કે આ જામીન અરજી યોગેશ ખન્નાની ખંડપીઠ સમક્ષ સૂચિબદ્ધ થવી જોઈએ, કારણ કે તાહીર હુસેન સંબંધિત ઘણા કેસો એક જ બેંચ સમક્ષ પેન્ડિંગ છે.
બે એફઆઈઆર ન્યાયાધીશ યોગેશ ખન્નાની ખંડપીઠ સમક્ષ બાકી
સુનાવણી દરમિયાન ( Delhi violence case accused Tahir Hussain ) તાહીર હુસૈનના વકીલ મોહિત માથુરે કહ્યું કે તાહીર હુસેનને લગતી બે એફઆઈઆર ન્યાયાધીશ યોગેશ ખન્નાની ખંડપીઠ સમક્ષ બાકી છે. ન્યાયમૂર્તિ યોગેશ ખન્ના સમક્ષ એફઆઈઆર નંબર 91 અને 92 થી સંબંધિત જામીન અરજીઓ બાકી છે. તેથી આ અરજીની સુનાવણી પણ આ જ બેંચ દ્વારા થવી જોઈએ. આ અરજી એફઆઈઆર નંબર 80થી સંબંધિત છે. 14 જુલાઇએ જસ્ટીસ યોગેશ ખન્નાની ખંડપીઠે દિલ્હી પોલિસને ( Notice to Delhi Police ) એફઆઈઆર નંબર 91 અને 92 સંબંધિત જામીન અરજીઓ પર નોટિસ ફટકારી હતી. આ બંનેની સુનાવણી પણ 6 ઓગસ્ટે થશે.