ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને(Gujarat Assembly Elections) લઈને અનેક રાજ્યમાંથી આઈએસ અને આઇપીએસ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે બાપુનગર અને અસારવા વિધાનસભામાં ચૂંટણી તરીકેની જવાબદારી કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા આઈએએસ ઓફિસર અભિષેક સિંઘને આપવામાં આવી હતી પરંતુ અભિષેક સિંહે ઇલેક્શનની ડ્યુટી પોતાના સોશિયલ મીડિયામાં જાહેર કરતા કેન્દ્રીય ચૂંટણી પંચ (Central Election Commission)દ્વારા તાત્કાલિક ધોરણે નિર્ણય કરીને તેમને ગુજરાત ચૂંટણીની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કરવામાં (Dismissal of bureaucrats) આવ્યા છે.
ઇન્સ્ટાગ્રામ પોસ્ટને લઇને ચુંટણીપંચની કાર્યવાહી, બ્યુરોક્રેટની હકાલપટ્ટી શુ કહ્યું ગુજરાત ચૂંટણી પંચે: ગુજરાત ચૂંટણી પંચ દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી હતી કે અભિષેક સિંગ પોતાની આઇડેન્ટિટી સોશિયલ મીડિયામાં શેર કરી હતી જે થી તેમને તરીકે દૂર કરવામાં આવ્યા છે અને હવે તેમના સ્થાને કર્ણાટકના વર્ષ 2010 ની બેચના is અધિકારી ક્રિષ્ના બાજપાઈને તેની જવાબદારી સોંપવામાં આવી છે હવે તેઓ બાપુનગર અને અસારવા વિધાનસભામાં તરીકેની ફરજ નિભાવશે.
અભિષેક સિંધે કર્યો ખુલાસો: અભિષેક સિંઘે ટ્વીટ કરીને કેન્દ્રીય ચૂંટણી પંચ ની માફી માંગી હતી જેમાં તેઓએ ટ્વીટમાં લખ્યું હતું કે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે, તેનો હું સ્વીકાર કરું છું, જ્યારે પોસ્ટ બાબતે ખુલાસો કર્યો હતો કે સોસીયલ મીડીયામાં જે પોસ્ટ કરવામાં આવી હતી તેમાં કઈ ખોટું ન હતું, જ્યારે સરકારી કર્મચારી જનતા ના પૈસે ખરીદવામાં આવેલ કાર માં જાહેર ફરજ માટે લોકો માટે કામ કરે છે, જે પબ્લિસિટી નો સ્ટંટ નથી.
ચૂંટણી પચે તાત્કાલિક ધોરણે લીધા એક્શન:સોશિયલ મીડિયામાં થયેલી પોસ્ટ બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા પણ તાત્કાલિક ધોરણે ખૂબ જ ગંભીર ઘટના થઈ હોવાનું અનુમાન કર્યું હતું અને તાત્કાલિક ધોરણે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીને અભિષેક સિંઘને જનરલ ઓબ્ઝર્વ તરીકેની તેમની ફરજો માંથી તાત્કાલિક મુક્ત કરવાનું જણાવ્યું હતું જ્યારે આગામી આવનારી ચૂંટણીઓમાં પણ તેમને આગામી આદેશ સુધી ચૂંટણી સંબંધીત કોઈપણ ફરજમાંથી બાકાત રાખવાનો સૂચન પણ આપ્યું છે જ્યારે સિંઘ ની જગ્યાએ કર્ણાટક 2010 બેચના is અધિકારી ક્રિશન બાજપાઈને અમદાવાદની બાપુનગર અને અસારવા વિધાનસભાના ઓબઝર્વર તરીકેની ફરજ સોંપવામાં આવી છે.