- ઉત્તર રેલવેએ દેશની વીરાંગનાઓને આપ્યું અનોખું સન્માન
- રેલવેના એન્જિનનું નામકરણ વીરાંગનાઓના નામ પરથી કરાયું
- તમામ બહાદુર મહિલાઓ સ્વતંત્રતા માટે યુદ્ધ લડી હતી
આ પણ વાંચોઃનારી શક્તિને સલામ: ગીરમાં સિંહણ સમી ધાક જમાવીને ફરજ અદા કરતી વનવિભાગની મહિલા કર્મચારીઓ
નવી દિલ્હીઃ દેશની બહાદુર દિકરીઓને ઉત્તર રેલવેએ અનોખું સન્માન આપ્યું છે. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર દેશની વીરાંગનાઓને સન્માન આપવા માટે રેલવેએ wdp4b અને wdp4d શ્રેણીના એન્જિનોનું નામ તેમની ઉપર રાખ્યું છે. આમાં રાણી અહલ્યાબાઈ, રાણી લક્ષ્મીબાઈ, રાણી અવંતીબાઈ, રાણી વેલુ નચિયાર, રાણી ચેનમ્મા અને ઝલકારી બાઈની સાથે ઉદા દેવાના નામ પર એન્જિન રાખવામાં આવ્યા છે.