ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જમ્મુ-કાશ્મીરમાં બિહારી મજૂરની ગોળી મારીને કરી હત્યા - બિહારી મજૂરની ગોળી મારીને હત્યા કરી

જમ્મુ-કાશ્મીરના બાંદીપોરાના સાદુનારા સોનાવારી વિસ્તારમાં એક બિન-સ્થાનિક મજૂરની ગોળી મારીને હત્યા કરવામાં (non local laborer was shot dead in Jammu and Kashmir) આવી હતી. મૃતક મજૂર બિહારનો રહેવાસી છે. પોલીસ દ્વારા હજુ સુધી આ ઘટનાની પુષ્ટિ કરવામાં આવી નથી.

જમ્મુ-કાશ્મીરમાં બિહારી મજૂરની ગોળી મારીને કરી હત્યા
જમ્મુ-કાશ્મીરમાં બિહારી મજૂરની ગોળી મારીને કરી હત્યા

By

Published : Aug 12, 2022, 9:41 AM IST

શ્રીનગરઃજમ્મુ-કાશ્મીરના બાંદીપોરા વિસ્તારમાં આતંકીઓએ ફરી એકવાર કાયરતાપૂર્ણ કૃત્ય કર્યું છે. મળતી માહિતી મુજબ, એક બિન-સ્થાનિક મજૂરની ગોળી મારીને હત્યા (non local laborer was shot dead in Jammu and Kashmir) કરવામાં આવી છે. આ ઘટના બાદ વિસ્તારના બિન સ્થાનિક મજૂરોમાં ગભરાટ ફેલાઈ ગયો છે. ત્યારે આ ઘટનાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. મૃતક મજૂર બિહારનો રહેવાસી છે. પોલીસ દ્વારા હજુ સુધી આ ઘટનાની પુષ્ટિ કરવામાં આવી નથી.

આ પણ વાંચો:જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ વચ્ચે ઘર્ષણ, 3 જવાનો શહીદ, બે આતંકવાદીઓ ઠાર

જમ્મુ-કાશ્મીરમાં બિન સ્થાનિક મજૂરની ગોળી મારીને હત્યા કરી : મળતી માહિતી મુજબ સાદુનારા સોનાવારી વિસ્તારમાં અજાણ્યા હુમલાખોરો દ્વારા એક બિન-સ્થાનિક મજૂરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. માર્યા ગયેલા વ્યક્તિની ઓળખ મોહમ્મદ અમરેજ તરીકે થઈ છે. તે બિહારનો રહેવાસી હતો. તેના પિતાનું નામ જલીલ છે. નોંધનીય છે કે ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં કુલગામ જિલ્લામાં આતંકવાદીઓએ બે બિન-સ્થાનિક મજૂરોની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ ઘટનામાં અન્ય એક ઘાયલ થયો હતો. તે સમયે આતંકવાદીઓ દ્વારા લગભગ પાંચ બિહારી મજૂરોની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાઓ પછી વ્યાપક હિજરત થઈ હતી. કાશ્મીરમાં તે દિવસોમાં પરપ્રાંતિય મજૂરોને આતંકવાદીઓએ નિશાન બનાવ્યા હતા.

આ પણ વાંચો:જમ્મુ-કાશ્મીર: કુલગામ એન્કાઉન્ટરમાં એક જવાન ઘાયલ, સર્ચ ઓપરેશન ચાલુ

ABOUT THE AUTHOR

...view details