ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Padma Puraskaar: જમીન સ્તરે અસાધારણ કામ કરતા લોકોને મોદી સરકાર આપશે પદ્મ પુરસ્કાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi)એ લોકોને અપીલ કરી છે કે, જમીન સ્તરે અસાધારણ કામગીરી કરી રહેલા પદ્મ પુરસ્કારો માટે તેમની પસંદના આવા લોકોને નોમિનેટ કરવા. જેમાં પદ્મ પુરસ્કારો - પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મશ્રી દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનનો સમાવેશ છે.

(Narendra Modi)
(Narendra Modi)

By

Published : Jul 11, 2021, 7:49 PM IST

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને કરી અપીલ
  • જમીન સ્તરે કામ કરતા લોકોને અપાશે પદ્મ પુરસ્કારો
  • નીચે આપેલી લિંકની મદદથી કરી શકાશે નોમિનેટ

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi)એ રવિવારે લોકોને અપીલ કરી છે કે, તેઓ જમીન સ્તરે અસાધારણ કામગીરી કરી રહેલા પદ્મ પુરસ્કાર(Padma Awards) માટે તેમની પસંદના લોકોને નોમિનેટ કરે. એક ટ્વિટમાં મોદીએ(PMO Twitter) જણાવ્યું છે કે, ભારતમાં જમીન સ્તરે ઘણા લોકો અસાધારણ કામ કરે છે પરંતુ લોકોને તેમના વિશે ઘણી વાર માહિતી હોતી નથી.

આ પણ વાંચો: મેરીકોમ પદ્મ વિભૂષણ માટે નામાંકિત થનારી પ્રથમ મહિલા એથલેટ, પદ્મ ભૂષણ માટે સિંધુનું નામ મોકલવામાં આવ્યું

જાહેર જનતા પણ આપી શકશે પોતાના નોમિનેશન

આ એવોર્ડ માટેની વેબસાઇટની લિંકને શેર કરતાં તેમણે ટ્વિટ કર્યું હતું કે, ભારત પાસે ઘણા પ્રતિભાશાળી લોકો છે કે, જેઓ તળિયાના સ્તરે અદ્ભૂત કામ કરી રહ્યા છે, ઘણી વાર લોકોને તેમના વિશે વધું જોવા કે સાંભળવા મળતું નથી. શું તમે આવા પ્રેરણાદાયી લોકોને જાણો છો? તો તમે પણ તેને પદ્મ એવોર્ડ માટે નોમિનેટ કરી શકો છો. તે માટેનું રજિસ્ટ્રેશન 15 સપ્ટેમ્બરથી શરૂ થશે. (Link for Registration) રજિસ્ટ્રેશન માટે આ લિંકનો ઉપયોગ કરી શકાશે: https://padmaawards.gov.in

આ પણ વાંચો: ભારત સરકારે પદ્મ પુરસ્કારની કરી જાહેરાત, 118 પદ્મ શ્રી, 7 પદ્મ વિભૂષણ, 16 પદ્મ ભૂષણ

પ્રજાસત્તાક દિન નિમિત્તે કરવામાં આવી જાહેરાત

પદ્મ પુરસ્કાર - પદ્મ વિભૂષણ(Padma Vibhushan), પદ્મ ભૂષણ(Padma Bhushan) અને પદ્મશ્રી (Padmashree) દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન છે. વર્ષોથી, મોદી સરકારે વિવિધ ક્ષેત્રોમાં તેમની સિધ્ધિ અને સમાજમાં તેમના યોગદાન બદલ સેંકડો અસંખ્ય હીરોને પદ્મપુરસ્કારોથી સન્માનિત કર્યા છે. 1954માં શરૂ થયેલા આ એવોર્ડની જાહેરાત પ્રજાસત્તાક દિન (Republic Day) નિમિત્તે કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details