- નોકિયાએ ભારતમાં 2 નવા સ્માર્ટફોન્સ લોન્ચ કર્યા
- બે મોડલ 17 ફેબ્રુઆરીથી ફ્લિપકાર્ટ પર ઉપલબ્દ્ધ
- મોબાઈલની કિંમત અનુક્રમે 11,999 અને 15,999 રૂપિયા
ન્યુ દિલ્હી: HMD ગ્લોબલની કંપની નોકિયાએ ભારતમાં 2 નવા સ્માર્ટફોન્સ લોન્ચ કર્યા હતા. જેમાં નોકિયા 5.4 અને 3.4 છે. નોકિયા 5.4 સ્માર્ટફોનના બે મોડલ 17 ફેબ્રુઆરીથી ફ્લિપકાર્ટ પર ઉપલબ્દ્ધ થશે. જેમાં 4GB+ 64GB મોડલની કિંમત 13,999 રૂપિયા અને 6GB+ 64GB મોડલની કિંમત 15,999 હશે. કંપનીએ ટ્વિટ કરીને આ વિશે જાણકારી આપી હતી.
20 ફેબ્રુઆરીથી એમેઝોન પર ઉપલબ્દ્ધ
નોકિયા 3.4, 20 ફેબ્રુઆરીથી એમેઝોન પર ઉપલબ્દ્ધ થશે. આ મોબાઈલ માત્ર એક જ મોડલ 4GB+64GBમાં આવશે. જેની કિંમત 11,999 રૂપિયા હશે. કંપનીએ ટ્વિટ કરીને જાણકારી આપી હતી.
જાહેર અને અંગત જીવનમાં સંભાવના વધારવામાં મદદરૂપ
HMD ગ્લોબલના વાઈસ પ્રેસિડેન્ટ સનમીત સિંહ કોચરે એક નિવેદનમાં જણાવ્યું કે, "આ વર્ષની પહેલી લોન્ચિંગના આ અવસરે અમે અમારા ચાહકો માટે અલગ ઓફર લઈને આવી રહ્યા છીએ. આ ઓફર તેમને જાહેર અને અંગત જીવનમાં સંભાવના વધારવામાં મદદરૂપ બનશે. લોકોને નોકિયાનો વિશ્વાસ પણ મળશે."
નોકિયા પાવર ઈયરબર્ડ્સ લાઇટ 17 ફેબ્રુઆરીથી એમેઝોન પર ઉપલબ્દ્ધ
નોકિયા 5.4માં ક્વાડ કેમેરાની સાથે 6.39 ઈંચની HD+ ડિસ્પલે છે, જેમાં 48 MPનો મુખ્ય કેમેરો અને 16MPનો ફ્રન્ટ કેમેરો છે. આ સ્માર્ટફોનમાં સ્નેપડ્રેગન 662 પ્રોસેસર છે. તેમજ નોકિયા 3.4માં સ્નેપડ્રેગન 460 પ્રોસેસર છે. આ ઉપરાંત તેમાં 6.39 ઈંચની HD+ સ્ક્રિન પણ છે. બન્ને સ્માર્ટફોન નવા જ લુક અને રંગમાં પણ ઉપલબ્દ્ધ થશે. આ ઉપરાંત કંપનીએ નોકિયા પાવર ઈયરબર્ડ્સ લાઇટ પણ લોન્ચ કરી છે. જેમાં પ્રિમિયમ ડિઝાઈનનું પોકેટ સાઈઝ ચાર્જિગ પણ છે, જે સફેદ અને ચારકોલ જેવા રંગમાં પણ ઉપલબ્દ્ધ થશે. આ ઈયરબર્ડ્સ, બ્લૂટૂથના માધ્યમથી કનેક્ટ થઈ શકશે અને સાઉન્ડનો બેસ્ટ અનુભવ આપશે. નોકિયા પાવર ઈયરબર્ડ્સ લાઇટ 17 ફેબ્રુઆરીથી એમેઝોન પર ઉપલબ્દ્ધ થશે. જેની કિંમત 3599 રૂપિયા છે.