નવી દિલ્હી/નોઈડાસેક્ટર 93Aમાં સ્થિત ટ્વિન ટાવર આજે બપોરે 2.30 વાગ્યે તોડી પાડવામાં (Noida Supertech twin towers demolished) આવ્યા હતા. આંખના પલકારામાં 3700 કિલો ગનપાઉડરે આ ઇમારતોને નષ્ટ કરી નાખ્યું હતું. સુપરટેક ટ્વીન ટાવર્સના ડિમોલિશન પાછળ અંદાજે 17.55 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. ટાવર તોડી પાડવાનો આ ખર્ચ પણ બિલ્ડર કંપની સુપરટેક ઉઠાવશે. આ બે ટાવરમાં કુલ 950 ફ્લેટ બનાવવામાં આવ્યા છે અને તેને બનાવવા માટે સુપરટેકે 200 થી 300 કરોડનો ખર્ચ કર્યો હતો.
આ પણ વાંચોગણતરીની સેકન્ડોમાં જ ટ્વીન ટાવર જમનીદોષ, જૂઓ વીડિયો
ટ્વીન ટાવર થયો ધરાશાયીટ્વીન ટાવર તોડી પાડવામાં આવ્યા છે. જ્યાં થોડા સમય પહેલા ગગનચુંબી ઈમારતો હતી ત્યાં હવે કાટમાળનો ઢગલો છે. બ્લાસ્ટ બાદ ધુમાડાના ગોટેગોટા ઉછળ્યા હતા. જ્યારે કુતુબમિનારથી ઉંચી ઈમારતો તોડી પાડવામાં આવી ત્યારે ધૂળની મસરૂફ જોવા મળી હતી. વિસ્ફોટ પહેલા સાયરન વાગી હતી. આ પછી એક લીલું બટન દબાવવામાં આવ્યું હતું. પછી આંખના પલકારામાં જ ટ્વીન ટાવર માટીના ઢગલામાં ફેરવાઈ ગયો હતો.