હૈદરાબાદઃ આ વર્ષે કયા મહાનુભાવોને નોબલ પ્રાઈઝ મળશે તે જાહેરાત સંદર્ભે સોશિયલ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર બહુ ઉત્સાહ જોવા મળે છે. આ ક્ષણે વિવિધ ક્ષેત્રે બૌદ્ધિક મહાનુભાવોએ આપેલા બહુમૂલ્ય પ્રદાન વિશે સમગ્ર વિશ્વનું ધ્યાન કેન્દ્રીત થયું છે. નોબેલ એવોર્ડ વિનર પ્રોફેસ કલાઉડિયા ગોલ્ડિન એક અમેરિકન નાગરિક છે. જેમને અર્થશાસ્ત્રમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે.
તેમણે મહિલા શ્રમ ક્ષેત્રે અભૂતપૂર્વ સંશોધન કર્યુ છે. તેમણે મહિલાઓના ઉત્કર્ષ માટે અમૂલ્ય સમર્પણ દાખવ્યું છે. તેમના સમર્પણને આ પ્રતિષ્ઠિત સન્માન આપવામાં આવ્યું છે. શાંતિ માટેનો નોબલ એવોર્ડ ઈરાની હ્યુમન રાઈટ્સ એક્ટિવિસ્ટ નરગીસ મોહમ્મદીને આપવામાં આવ્યો છે. મોહમ્મદીએ ઈરાનમાં થતા મહિલા અત્યાચારોનો વિરોધ કરવા ઉપરાંત મહિલાઓના હ્યુમન રાઈટ્સની હિમાયત કરી છે.
મોહમ્મદી જેલમાં હોવા છતા તેમણે તેમના આ પ્રયાસો છોડ્યા નહતા. તેમની અતૂટ હિંમતને બિરદાવવા માટે તેણીને શાંતિ માટેનું નોબલ પ્રાઈઝ એનાયત કરવામાં આવ્યું છે. નોર્વના જોન ઓલાવ ફોઝને સાહિત્ય ક્ષેત્રે આપેલા યોગદાન બદલ નોબલ પ્રાઈઝ આપવામાં આવશે. સાહિત્ય ક્ષેત્રના નોબલ પ્રાઈઝની જાહેરાતથી વિશ્વભરના સાહિત્ય રસિકોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે. ફોઝના ઈન્વેન્ટિવ પ્લે અને લેખો દ્વારા તેમણે કચડાયેલા લોકોના અવાજને વાચા આપી છે. તેમના આ પ્રયાસોને પ્રેક્ષકો અને વિવેચકોની ખૂબજ પ્રશંસા પ્રાપ્ત થઈ છે.
ક્વોન્ટમ ડોટ્સમાં સંશોધન કરનારા વિજ્ઞાનીઓની નોબલ પ્રાઈઝ માટે પસંદગી કરવામાં આવી છે. ક્વોન્ટમ ડોટ્સને પરિણામે આધુનિક ટીવી અને એલઈડી લાઈટ્સ માટે આવશ્યક એવી નેનો ટેકનોલોજી શક્ય બની છે. રસાયણ ક્ષેત્રે 2023નું નોબલ પ્રાઈઝ મૌંગી જી. બાવેન્ડી, લુઈસ ઈ. બ્રુસ અને એલેક્સી આઈ. એકિમોવને સંયુકત રીતે એનાયત કરવામાં આવ્યું છે. આ વૈજ્ઞાનિકોમાંથી બાવેન્ડી ફ્રાન્સના, એકિમોવ રશિયાના અને બ્રુસ અમેરિકાથી બિલોન્ગ કરે છે.
તેમનું સંશોધન ટેકનોલોજીને આગળ વધારવાની સાથે સાથે કેન્સરની સારવારમાં પણ મદદરૂપ થઈ રહ્યું છે. ભૌતિકશાસ્ત્રમાં આ વર્ષે નોબલ પ્રાઈઝ અમેરિકાના પિયર એગોસ્ટિની, જર્મનીના ફેરેન્ક ક્રાઉઝ અને સ્વિડનના એન લા હુલિયરને સંયુક્ત રીતે આપવામાં આવ્યું છે. આ વૈજ્ઞાનિકોએ પ્રકાશનું બહુ ટૂંકી આવૃત્તિવાળું કિરણ તૈયાર કર્યુ છે. જેના પરિણામે પરમાણુઓમાં રહેલા ઈલેકટ્રોનની ગતિશીલતાનો અભ્યાસ વધુ સરળતાથી થઈ શકે છે.
મેડિસિન ક્ષેત્રે આ વર્ષે નોબલ પ્રાઈઝ માટે જીવવિજ્ઞાનીઓ કેટાલિન કારિકો અને ડ્રુ વેઈસમેનની સંયુક્ત રીતે પસંદગી કરવામાં આવી છે. તેમણે mRNA ટેકનોલોજી પર અદભુદ રિસર્ચ કર્યુ છે. આ રિસર્ચે COVID-19ની રસીનું નિર્માણમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. મૂળ હંગેરીના અને અત્યારે અમેરિકામાં રહેતા કેટાલિન અને અમેરિકન વેઈસમેનનું mRNA ટેકનોલોજી પર રિસર્ચ લાજવાબ છે. આ ટેકનોલોજીને લીધે કોવિડ મહામારી સામે લડાઈનું આશાનું કિરણ પ્રગટ્યું હતું.
આ વર્ષના નોબલ પ્રાઈઝ વિનરમાં અમેરિકા તેમજ વિદેશમાં જન્મેલા વૈજ્ઞાનિકોનું વર્ચસ્વ જોવા મળી રહ્યું છે. જો કે ભારત માટે આ વર્ષે નોબલ પ્રાઈઝ ક્ષેત્રે નિરાશા સાંપડી છે.
નોબલ પ્રાઈઝની શરૂઆત 1901થી થઈ છે. ત્યારથી લઈને અત્યાર સુધી કુલ 9 ભારતીયોને નોબલ પ્રાઈઝ એનાયત થયું છે. જેમાં ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરને તેમના 'ગીતાંજલિ' સર્જન બદલ 1913માં શ્રેષ્ઠ સાહિત્ય સર્જનનો નોબલ એવોર્ડ મળ્યો હતો. ભૌતિકશાસ્ત્રમાં સંશોધન બદલ સી.વી. રામન, અર્થશાસ્ત્રમાં અભૂતપૂર્વ યોગદાન બદલ ડૉ. અમર્ત્ય સેન અને શાંતિ માટે બાળમજૂરોની મુક્તિ પર પ્રશંસનીય કામગીરી બદલ કૈલાસ સત્યાર્થીને નોબલ પ્રાઈઝ એનાયત કરવામાં આવ્યા છે. આ નોબલ પ્રાઈઝ વિનર્સ ઈન્ડિયન ઓરિજિન હતા.