- જમ્મુ-કાશ્મીરમાં પથ્થરબાજો સામે સરકારની કડક કાર્યવાહી
- નહીં મળે સરકારી નોકરી અને પાસપોર્ટ વેરિફિકેશન
- કાશ્મીર CID ના SSP એ આ પરિપત્ર બહાર પાડ્યો
જમ્મુ-કાશ્મીર: રાજ્યમાં હવે દેશદ્રોહીઓ અને પથ્થરબાજો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. સરકારે પથ્થરબોજાને લઇ એક આદેશ જાહેર કર્યો છે. આ અંતર્ગત દેશની વિરુદ્ધ નારેબાજી કરનારા અને પથ્થરબાજી કરનારાઓને સરકારી નોકરી આપવામાં નહીં આવે.તો સાથે જ આવા લોકોના પાસપોર્ટ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવશે.
સંતોષજનક CID રિપોર્ટ હોવો જરૂરી
એક સરકારી અધિકારીઓએ જણાવ્યું કે, CIDની ખાસ શાખાએ તમામ યુનિટ્સને આ અનુસંધાનમાં આદેશ જારી કરી દીધા છે. આ અંતર્ગત કહેવામાં આવ્યું છે કે, જે લોકોથી રાજ્યની કાયદા વ્યવસ્થાને જોખમ છે તેમની પર નજર રાખવામાં આવે.કહેવામાં આવી રહ્યું છે કે, આવા લોકો પર ગાળિયો કસવા માટે તમામ ડિજિટલ પુરાવા અને પોલીસ રેકોર્ડને ધ્યાનમાં રાખવામાં આવશે. આ પહેલા કેન્દ્રશાસિત પ્રદેશ વહીવટી તંત્રએ જમ્મુ-કાશ્મીર સિવિલ સેના નિયમોમાં સંશોધન કર્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે સરકારી નોકરી મેળવવા માટે એક સંતોષજનક CID રિપોર્ટ હોવો જરૂરી છે.
આ પણ વાંચો : ગુજરાત ભાજપના સંગઠનમાં કરાયો મોટો ફેરફાર,રત્નાકરને નવા સંગઠન મહામંત્રીની જવાબદારી સોંપાઈ