નવી દિલ્હી: રશિયન હુમલા બાદયુક્રેનથી પરત ફરેલા હજારો ભારતીય મેડિકલ વિદ્યાર્થીઓની આશાને ગુરુવારે ફટકો ત્યારે પડ્યો, જ્યારે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જાણ કરી કે કાયદાની જોગવાઈઓના અભાવે તેમને ભારતીય મેડિકલ કોલેજોમાં સ્થાન આપવામાં આવ્યું નથી. કેન્દ્ર સરકારે એક એફિડેવિટમાં જણાવ્યું હતું કે, આજ સુધી, નેશનલ કમિશન ફોર મેડિકલ સાયન્સ (National Commission for Medical Sciences) દ્વારા કોઈપણ ભારતીય મેડિકલ ઈન્સ્ટિટ્યૂટ/યુનિવર્સિટીમાં એક પણ વિદેશી મેડિકલ વિદ્યાર્થીને સ્થાનાંતરિત કરવા અથવા સમાવવા માટે કોઈ પરવાનગી આપવામાં આવી નથી.
ટ્રાન્સફર કરવાની કોઈ જોગવાઈ નથી: સરકારે તે વિદ્યાર્થીઓ દ્વારા દાખલ કરાયેલી વિવિધ અરજીઓ પર કાઉન્ટર એફિડેવિટ દાખલ કર્યું, જે તેમની સંબંધિત વિદેશી મેડિકલ કોલેજો/યુનિવર્સિટીઓમાં પ્રથમથી ચોથા વર્ષના બેચના મેડિકલ સ્ટુડન્ટ્સ છે. જેઓ મુખ્યત્વે ભારતીય મેડિકલ કોલેજોમાં તેમના સંબંધિત સેમેસ્ટરમાં ટ્રાન્સફર કરવા માગે છે. કેન્દ્રએ કહ્યું છે કે, તે નમ્રતાપૂર્વક રજૂ કરવામાં આવે છે કે, જ્યાં સુધી આવા વિદ્યાર્થીઓનો સંબંધ છે ત્યાં સુધી, મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા એક્ટ, 1956 અથવા નેશનલ મેડિકલ કમિશન એક્ટ, 2019 તેમજ મેડિકલ વિદ્યાર્થીઓને (problems of Indian students returned from Ukraine) કોઈપણ સંસ્થામાંથી સ્થાનાંતરિત કરવા માટે તેમજ વિદેશી મેડિકલ સંસ્થાઓ/કોલેજોમાંથી ભારતીય મેડિકલ કોલેજોમાં ટ્રાન્સફર કરવાની આવી કોઈ જોગવાઈ નથી.