ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મફત રાશન યોજનાને 30 નવેમ્બર પછી લંબાવવાની કોઈ દરખાસ્ત નથી: ખાદ્ય સચિવ

સરકાર પાસે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) હેઠળ મફત રાશન વિતરણ (Free ration distribution) ને 30 નવેમ્બર પછી લંબાવવાની કોઈ દરખાસ્ત નથી.

Delhi News
Delhi News

By

Published : Nov 6, 2021, 11:58 AM IST

  • મફત રાશન યોજના 30 નવેમ્બર સુધી અમલી રહેશે
  • 30 નવેમ્બર પછી લંબાવવાની કોઈ દરખાસ્ત નથી: ખાદ્ય સચિવ
  • PMGKAY માર્ચ 2020 માં COVID-19ને કારણે જાહેર કરાઈ હતી

નવી દિલ્હી: કેન્દ્રીય ખાદ્ય સચિવ (FOOD SECRETARY) સુધાંશુ પાંડેએ શુક્રવારે જણાવ્યું હતું કે, OMSS નીતિ હેઠળ અર્થતંત્રમાં સુધારા અને ખુલ્લા બજારમાં ખાદ્યાન્નના સારા વેચાણને ધ્યાનમાં રાખીને PMGKAY દ્વારા મફત રાશન વિતરણ (Free ration distribution) ને નવેમ્બરથી આગળ વધારવાનો કોઈ પ્રસ્તાવ નથી. PMGKAY માર્ચ 2020માં COVID- 19ને કારણે સર્જાયેલી કટોકટીનો સામનો કરવા માટે જાહેરાત કરવામાં આવી હતી. શરૂઆતમાં આ યોજના એપ્રિલ- જૂન 2020થી ત્રણ મહિનાના સમયગાળા માટે શરૂ કરવામાં આવી હતી પરંતુ બાદમાં કટોકટી ચાલુ રહેતાં તેને વધુ પાંચ મહિના (જુલાઈ- નવેમ્બર 2020) માટે લંબાવવામાં આવી હતી.

આ પણ વાંચો: NDA શાસિત રાજ્યોમાં પેટ્રો પ્રોડક્ટ્સ પર ટેક્સ કાપ, કોંગ્રેસ શાસિત રાજ્યોમાં હજુ પણ જોવાઈ રહી છે રાહ

આ વર્ષે અનાજનું વેચાણ પણ અસાધારણ રીતે ઊંચું રહ્યું: સુધાંશુ પાંડે

PMGKAY ફરી એકવાર કોરોનાની બીજી લહેરની શરૂઆતમાં બે મહિના (મે- જૂન 2021) માટે લાગુ કરવામાં આવી હતી અને બાદમાં તેને પાંચ મહિના (જુલાઈ- નવેમ્બર 2021) માટે લંબાવવામાં આવી હતી. સરકાર આ યોજના સાથે આગળ વધશે કે કેમ તે અંગે પૂછવામાં આવતા, પાંડેએ પ્રેસ બ્રીફિંગ દરમિયાન પત્રકારોને જણાવ્યું હતું કે, "અર્થતંત્ર પુનઃવ્યવસ્થિત થઈ રહ્યું છે અને અમારી ફ્રી માર્કેટ સેલ્સ સ્કીમ (OMSS) હેઠળ આ વર્ષે અનાજનું વેચાણ પણ અસાધારણ રીતે ઊંચું રહ્યું છે. આથી PMGKAYને વિસ્તારવાની કોઈ દરખાસ્ત નથી.

આ પણ વાંચો: Bhai Dooj 2021 : વડાપ્રધાન મોદી, મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સહિતના નેતાઓએ પાઠવી શુભેચ્છા

સરકાર OMSS નીતિ હેઠળ જથ્થાબંધ ગ્રાહકોને ચોખા અને ઘઉં સપ્લાય કરી રહી છે

તેમણે કહ્યું કે, આ વર્ષે OMSS નીતિ ઉપભોક્તાઓ માટે મૈત્રીપૂર્ણ રહી છે. PMGKAY હેઠળ સરકાર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (NFSA) હેઠળ 80 કરોડ રેશનકાર્ડ ધારકોને મફત રાશન (Free ration distribution) સપ્લાય કરે છે. તેમને રાશનની દુકાનો દ્વારા સબસિડીવાળા અનાજ ઉપરાંત મફત રાશન આપવામાં આવે છે. સ્થાનિક બજારમાં પ્રાપ્યતામાં સુધારો કરવા અને ભાવને અંકુશમાં લેવા માટે સરકાર OMSS નીતિ હેઠળ જથ્થાબંધ ગ્રાહકોને ચોખા અને ઘઉં સપ્લાય કરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details