નવી દિલ્હી: 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી (5 poll bound states)સાથે કોવિડ રસીકરણ પ્રમાણપત્ર પર કોવિડ રસીકરણ પ્રમાણપત્ર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કોઈ ફોટો (No PM photo On Covid Vaccination Certificate) હશે નહીં. એક સત્તાવાર સૂત્રએ જણાવ્યું કે, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય રસીના પ્રમાણપત્રમાંથી મોદીની તસવીર હટાવવા માટે કોવિન પ્લેટફોર્મ પર જરૂરી ફિલ્ટર્સ સ્થાપિત કરશે.
ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત સાથે અમલમાં આવી ગઈ છે આદર્શ આચારસંહિતા
ચૂંટણી પંચે શનિવારે જાહેરાત કરી હતી કે, (Assembly elections in five states) ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, મણિપુર અને ગોવામાં વિધાનસભાની ચૂંટણી 10 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધી સાત તબક્કામાં યોજાશે અને મતગણતરી 10 માર્ચે થશે. ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત સાથે સરકારો, ઉમેદવારો અને રાજકીય પક્ષો માટે આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે.