- વેકૈયા નાયડુએ પોતાનું દુ:ખ વ્યક્ત કર્યું
- મંગળવારના હંગામાના કારણે નાયડુ થયા દુ:ખી
- વિપક્ષ સરકાર પર દબાણ ન કરી શકે
દિલ્હી: સંસદના ચોમાસુ સત્ર દરમિયાન બંને ગૃહોમાં હંગામો થયો છે. આજે રાજ્યસભાની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષી સાંસદોએ હંગામો શરૂ કર્યો હતો. આ પછી રાજ્યસભાની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. રાજ્યસભામાં આજે (બુધવાર) અધ્યક્ષ વેંકૈયા નાયડુ ગઈકાલના હંગામાનો ઉલ્લેખ કરતા ગૃહમાં ભાવુક થઈ ગયા હતા. નાયડુએ મંગળવારે સંસદમાં હંગામાની નિંદા કરી હતી. તેમણે કહ્યું કે વિપક્ષી સભ્ય સરકારને શું કરવા અને શું ન કરવા દબાણ કરી શકે નહીં. પોતાનું દુ:ખ વ્યક્ત કરતા ચેરમેન નાયડુએ લાગણીશીલ હૃદય સાથે કહ્યું કે વિપક્ષ ગૃહની ગરિમાને ભૂલી ગયો છે, આવી ઘટના ફરી ન બનવી જોઈએ.
આ પણ વાંચો:વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ભારતીય ઉદ્યોગ સંઘની વાર્ષિક બેઠકને કરશે સંબોધિત