તિરુવનંતપુરમઃ ભોપાલ સ્થિત રાષ્ટ્રીય ઉચ્ચ સુરક્ષા પશુ રોગ સંસ્થાન દ્વારા કેરળના કોઝિકોડમાંથી પશુઓના સેમ્પલ 21મી સપ્ટેમ્બરે એકત્ર કરવામાં આવ્યા હતા. આ સેમ્પલમાં મુખ્યત્વે ચામાચીડિયા અને ભૂંડના સેમ્પલનો સમાવેશ થાય છે. ભોપાલમાં સેમ્પલનું પરિક્ષણ કરતા તે નેગેટિવ આવ્યા છે, નિપાહ વાયરસની ગેરહાજરી જણાઈ હતી. આરોગ્ય અધિકારીઓ હવે નિપાહ વાયરસ ફેલાવાના મુખ્ય સ્ત્રોતની જાણકારી મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.
42 સેમ્પલ પર પરિક્ષણઃ કેરળના કોઝિકોડના મારુથોંકારાની આસપાસના વિસ્તાર ચામાચીડિયા, ભૂંડ, બકરી, કુતરા, બિલાડી જેવા પ્રાણીઓમાં નિપાહ વાયરસના સંક્રમણની આશંકાને પગલે પ્રાણીઓનું પરિક્ષણ કરવામાં આવ્યું હતું. ખાસ કરીને ચામાચીડિયા અને ભૂંડના સેમ્પલમાંથી આ ખતરનાક વાયરસ સંદર્ભે 42 સેમ્પલ પર પરિક્ષણ કરાયું. દરેક સેમ્પલમાં નિપાહ વાયરસની ગેરહાજરી જોવા મળી છે. જો કે હજુ ઘણા સવાલો અને રહસ્યો ઉકેલવાના બાકી છે.
શંકાસ્પદ સવાલોઃ શું કોઈ એક વિસ્તારનું દરેક ચામાચીડિયું સંક્રમિત હોઈ શકે? જે ચામાચીડિયામાંથી સંક્રમણ ફેલાયું હોય તેનું સેમ્પલ ન લેવાઈ શક્યું હોય તો? વાયરસના સંક્રમણથી કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો કેટલા સમય પછી તેનું સેમ્પલ એક્ટિવ હોઈ શકે? આરોગ્ય વિભાગના અધિકારીઓ કહે છે કે નિપાહ વાયરસ ચામાચીડિયા દ્વારા અન્ય પ્રાણીઓમાં ફેલાઈ શકે છે. ચામાચીડિયાની લાળ અને મળ દ્વારા નિપાહ વાયરસ ફેલાય છે.
અફવાઓનું બજાર ગરમઃ 2018માં કેરળમાં પહેલીવાર નિપાહ વાયરસ જોવા મળ્યો ત્યારે અફવાઓનું બજાર ગરમ થઈ ગયું હતું. અંતે તત્કાલીન કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધને નિપાહ વાયરસ ફળ ખાતા ચામાચીડિયામાંથી ફેલાતો હોવાનું સત્તાવાર નિવેદન આપવું પડ્યું હતું. નાગરિકોને આ વિષયમાં કોઈ જાણકારી નહતી, હજુ સુધી માનવીમાં આ વાયરસ કેવી રીતે સંક્રમિત થયો તેની જાણકારી મેળવી શકાઈ નથી.
સંક્રમણનું કારણ જાણવું આવશ્યકઃ યોગ્ય પ્રિવેન્શન ત્યારે જ થઈ શકે જ્યારે સંક્રમણનું કારણ સ્પષ્ટ હોય. જો આ જાણકારી નહીં મળે તો નિપાહ આવનારા વર્ષોમાં પણ ચિંતાનો વિષય બની રહેશે. કોઝિકોડમાં પશુઓના વધુમાં વધુ સેમ્પલ મેળવી તેનું પરિક્ષણ કરવામાં આવી રહ્યું છે. નિપાહ વાયરસથી મૃત્યુ પામનાર મારુથોંકારા નિવાસી મોહમ્મદ અલીને સંક્રમણ કયાંથી લાગ્યું તે હજુ સુધી જાણવા મળ્યું નથી. નિપાહ વાયરસની સાચી જાણકારી નથી તેવા લોકો ખોટી માહિતીનો પ્રચાર કરે છે.
- Nipah Virus updates: દેશ પર નિપાહ વાયરસનો ખતરો મંડરાયો, કેરળમાં વધુ એક કેસ નોંધાયો
- Nipah Virus Updates: નિપાહ વાયરસ કેવી રીતે ફેલાય છે, શું છે તેના લક્ષણો, કેરળની શું છે સ્થિતિ? જાણો વિગતો