- કર્ણાટકમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે
- કર્ણાટકના CM યેદિયુરપ્પાએ આપ્યું નિવેદન
- '15 દિવસ સુધી ધરણા-પ્રદર્શન પર પ્રતિબંધ'
આ પણ વાંચોઃભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણ કોરોના સંક્રમિત થયા
બેંગલુરુઃ દેશના અન્ય રાજ્યોની જેમ કર્ણાટકમાં કોવિડ 19ના કેસ વધી રહ્યા છે. કર્ણાટકના મુખ્યપ્રધાન બી. એસ. યેદિયુરપ્પાએ સોમવારે આ અંગે જણાવ્યું હતું કે, સરકારે આગામી 15 દિવસ સુધી રાજ્યમાં તમામ પ્રકારના ધરણા અને પ્રદર્શન પર પ્રતિબંધ કરવાનો નિર્ણય કર્યો છે. જોકે, તેમણે હાલ નાઈટ કર્ફ્યૂ અને લૉકડાઉન લાગુ કરવાની સંભાવનાને નકારી કાઢી છે.
આ પણ વાંચોઃમહારાષ્ટ્રના નાંદેડમાં શ્રદ્ધાળુઓ સાથેની ઝરપમાં ચાર પોલીસકર્મી ઈજાગ્રસ્ત
મુખ્યપ્રધાને મહત્વપૂર્ણ જિલ્લામાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરી
લોકોને માસ્ક પહેરવા અને સામાજિક અંતરના નિયમોનું પાલન કરવાની અપીલ કરતા યેદિયુરપ્પાએ કહ્યું હતું કે, અધિકારીઓને માસ્ક નહીં પહેરનારા લોકો સામે મંગળવારે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. મુખ્યપ્રધાન યેદિયુરપ્પાએ સોમવારે બેંગલુરુ શહેર સહિત અન્ય મહત્વપૂર્ણ જિલ્લામાં કોવિડ- 19 મહામારીની સ્થિતિની સમીક્ષા કરી હતી. આ દરમિયાન રાજ્ય સરકાર અને વિરષ્ઠ પ્રધાન અને અધિકારીઓ હાજર રહ્યા હતા.